રાજકોટમાં કામ વગર બહાર નીકળ્યા તો પોલીસ ધગધગતા તાપમાં 'ધૂળ'માં રોળશે!


Updated: March 27, 2020, 4:57 PM IST
રાજકોટમાં કામ વગર બહાર નીકળ્યા તો પોલીસ ધગધગતા તાપમાં 'ધૂળ'માં રોળશે!
રાજકોટ પોલીસની આકરી સજા.

રાજકોટમાં બિનજરૂરી બહાર નીકળવું પડશે મોંઘુ, પોલીસ અલગ અલગ રીતે શીખવી રહી છે સબક.

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot)સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ (Coronavirus Positive Cases) દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લૉકડાઉન (21 Days Lockdown in India)ની જાહેરાત કરવામાં આવી છે. જે બાદમાં પોલીસ (Rajkot Police) અને સરકારી તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. જોકે, લોકો અનેક વિનંતી છતાં ઘરની બહાર નીકળી રહ્યા છે. જે બાદમાં પોલીસનો પારો પર ઊંચે ચડી ગયો છે. પોલીસ આવા લોકોને પકડીને અલગ અલગ સજા કરી રહી છે. પોલીસ આવા લોકોને ધગધગતા તાપમાં રોડ પર આળોટવાની સજા કરતી હોય તેવી વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે પણ પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે માટે સરકાર અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ગોઠવી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરીયાણા, શાકભાજી, દૂધ તેમજ દવાઓ સહિતની ચીજવસ્તુઓ લોકોને ઘરબેઠા મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, સરકારની આવી સક્રિયતા છતાં લોકો ઘરોની બહાર નીકળી રહ્યા છે.

આ પણ વાંચો : RBIની જાહેરાત બાદ શું EMI નહીં ભરવા પડે? ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાંથી મુક્તિ મળશે?

રાજકોટના લોકો સતત પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવા નિંભર લોકોને સબક શીખવાડવા માટે પોલીસે એક નવો જ કીમિયો અપનાવ્યો છે. પોતાના ઘરની બહાર નીકળનારા લોકોને રાજકોટ પોલીસ તડકાની અંદર ધગધગતા રોડ પર આળોટવાની સજ કરીને કાયદાનું ભાન કરાવે છે. હાલ પોલીસ લોકોને કાયદાનું ભાન કરાવતા બનાવોના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તેમજ ટીકટોક પર ખૂબ ફરી રહ્યા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 12 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન આવ્યો, તમામ રિપોર્ટ નેગેટિવ
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading