Home /News /kutchh-saurastra /રાજકોટ : ફિલ્મી ચીટરોને આટી મારે એવો કિસ્સો,' એક-બે નહીં 13 રાજ્યોના વેપારીને છેતર્યા
રાજકોટ : ફિલ્મી ચીટરોને આટી મારે એવો કિસ્સો,' એક-બે નહીં 13 રાજ્યોના વેપારીને છેતર્યા
રાજકોટ એલસીબીએ ઝડપી પાડેલા આ શખ્સોની ક્રાઇમ કુંડળી વાંચીને
આંતરરાજ્યમાં સોશ્યલ મીડિયા દ્વારા છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની રાજકોટ LCBએ કરી ધરપકડ, વાંચો ક્યા ક્યા રાજ્યમાં કેવા કેવા ધંધાના નામે વેપારીઓને છેતરી ગયા
રાજકોટમાં (Rajkot) છેતરપિંડીનો (Cheating) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ દેશના 13 રાજ્યોમાં (13 State) 21 શહેરોના લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યું છે. આરીપીએ જેતપુરના (Jetpur) વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી (Online Cheating) આચરી હતી. હેન્ડ ગ્લોવ્ઝ, ઓક્સિમીટર, બાયો ડીઝલના નામે ઓનલાઈન છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જયવિન મંગેચા અને વહીદ અમીન રફાઈની ધરપકડ કરી છે. આરીપીએ ગુજરાત, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
આરીપીઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાથી પોલીસે બેન્ક એકાઉન્ટ સીલ કરી માહિતી મંગાવી છે. અગાઉ પણ અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા 27.74 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. આરોપી અગાઉ દેણામાં આવી જતા છેતરપિંડી અચરવાનું શરૂ કર્યું હતું.
સમગ્ર બનાવની વિગતવાર માહિતી જોઈએ તો તા 27મી મેના રોજ જેતપુર સીટી પો.સ્ટે. માં ફરિયાદી રજનીકાંત કાન્તિલાલ દોંગાની જેતપુર સ્થિત શ્રીનાથજી ટ્રેડીંગ પેઢીના નામ-એડ્રેસ અને જી.એસ.ટી. નંબરનો કોઈ અજાણી વ્યકતિ ઉપયોગ કરી ફેસબુકના માધ્યમથી જાહેરાત આપી પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી ફોન દ્વારા વિશ્વાસમાં લઇ પોતાના બેન્ક ખાતામાં પૈસા નંખાવી માલ નહીં મોકલી ગુન્હાહીત વિશ્વાસધાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ.
આ ફરિયાદ અનુસંધાને તપાસ કરી ભોગ-બનનારોનો સંપર્ક કરતા જાણવા મળેલ કે કોવીડ-19 ની મહામારીનો ગેરલાભ ઉઠાવી આ મહામારીમાં અત્યંત ઉપયોગી એવી મેડીકલને લગતી ચીજ-વસ્તુ અંગે ફેસબુકમાં લોભામણી જાહેરાત આપી તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઓક્સીમીટરનો મોટો જથ્થો તથા અન્ય દવા તથા ચિજ વસ્તુઓ ના વિડિયો તથા ફોટાઓ બતાવી વિશ્વાસમાં લઈ રેમડેસિવિર તથા તેના જેવી અમુલ્ય દવાઓ માસ્ક તથા હેન્ડ ગ્લવ્ઝ તથા સેનિટાઇઝર પોતે વેચતા હોવાની ખોટી માહીતી અન્યને આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ એલસીબી પોલીસે ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ગુજરાત સહીત 13 (તેર) રાજ્યોમાં છેતરપીંડી કરી કુલ 27.74 લાખ ઓળવી જનાર આરોપીને પકડી પાડી હસ્તગત કરી કુલ 31 વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.
મોડસ ઓપરેન્ડી
વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સીમીટર અને બાકીના ઓક્સીમીટરના બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટા જથ્થી પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ, ફ્લોમીટર, રેમડેસીવીર ઈન્જેકશનના બોકસ, રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વિડીયો બનાવી ફેસબુકમાં સસ્તા ભાવની જાહેરાત આપતા હતા.
તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઉપરોકત ચિજ વસ્તુના વિડિયો કોલિંગથી બોકસ બતાવી તેમજ શ્રીનાથજી ટ્રેડર્સ જેતપુર, આશાપુરા એન્ટરપ્રાઇઝ રાજકોટ, શીવ એન્ટરપ્રાઇઝ મોરબી વિગેરે જેવી પેઢીઓના જી.એસ.ટી.નંબર વાળા ખોટા ટેકસ ઈનવોઈસ બીલ, વિઝીટીંગ કાર્ડ, જાહેરાત બનાવી તેને જય પટેલ, જય પાટીદાર, તુષાર પાટીદાર, વિશાલ પાટીદાર, ધર્મેન્દ્ર પટેલ વિગેરે અલગ-અલગ નામની ફેસબુક આઈ.ડી.દ્વારા ફેસબુકના અલગ-અલગ માર્કેટીંગના ફેસબુક પેજ ઉપર તથા વ્હોટસએપમાં ઉપરથી ફોન દ્વારા તથા વ્હોટસએપ થી વાત વિશ્વાસમાં લઈ પોતાના તથા તેના મિત્રોના બેન્ક ખાતામાં તથા આંગડીયા દ્વારા પૈસા મેળવી છેતરપીડી અને વિશ્વાસઘાત કરતા હતા.
1. આજથી આશરે વીસેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ઠક્કર રહે.અમરચંદ સાંઘવી સ્કુલની સામે, ગુરૂકુળ ગાંધીધામ જી.કચ્છ ભુજ વાળા વેપારીને 100 નંગ ઓક્સીમીટર આપવાનુ કહી રૂપીયા 43,000/- ની છેતરપીંડી કરેલ હતી.
2. આજથી આશરે બે મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા એપી. એન્ટરપ્રાઇઝ અમદાવાદ નામની પેઢી ને 1000 નંગ ઓક્સિમીટર આપવાનું કહી રૂપીયા 2,70,000/- ની છેતરપીંડી કરેલ હતી.
૩. ગયા વર્ષના જુલાઈ માસમાં અમદાવાદના એક વેપારીને વિશ્વાસમાં લઈ 2500 લીટર બાયોડીઝલ મોકલવાનુ કહી તેના સેમ્પ્લના રૂ.1,00,00/- ની છેતરપીડી કરેલ હતી.
4. આજથી આશરે દશેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા બીમલ ખંડેલવાલ રહે.હૈદરાબાદ સિકંદરાબાદ જે.એસ.એન.સોલ્યુશન નામની પેઢીના વેપારીને 23 નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 1,0000/- ની છેતરપીંડી કરેલ હતી.
5. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા હૈદરાબાદના એક વેપારી ને ૨૫ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 12,880/- ની છેતરપીંડી કરેલ હતી. 6. નુર બાદશા રહે.હૈદરાબાદ વાળાને ૫૦ ઓક્સીમીટર આપવાનું કહી તેની પાસેથી રૂ.19,500/- ની છેતરપીંડી કરેલ હતી.
7. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ઇલકીટ રહે.ગોકુળધામ સોસાયટી, જનતા કોલોની સોનીપત હરીયાણા વાળા વેપારીને 100 નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 4380/- ની છેતરપીંડી કરેલ હતી. 8. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રામ મહેર મેડીસર્વ સોલ્યુશન રહે.રામ મેડીકલ કર્નાલ રોડ હનુમાન વાટીકા કૈથલ હરયાણા વાળા વેપારીને 800 નંગ ઓક્સીમીટર આપવાનું કહીછે. આજથી દસેક દિવસ પહેલા હરયાણાના અમ્બાલા વિસ્તારના પારસ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ને 50 ઓક્સીમીટર આપવાનું કહી રૂ.11,500/- ની છેતરપીંડી કરેલ હતી.
રાજસ્થાન
10. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા નૈતીકભાઇ રહે.જોધપુર રાજસ્થાન નંગ ઑક્સીમીટર આપવાનું કહી રૂપીયા 69,200/- ની છેતરપીંડી કરેલ હતી.
11. આજથી આશરે છએક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રાજસ્થાનના જોધપુર વિસ્તારમાં એક પેઢીને 1000 નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 1,65,000/- ની છેતરપીંડી કરેલ હતી.
16. ગઈ તા.૦૩/૦૫/૨૦૨૧ ના રોજ ફેસબુક દ્વારા ઉંમંગ હોસ્પીટલ સેકટર ૩૭ ગુંડગાવ દિલ્હી વાળા સંપર્ક થતા તેણે ઓક્સીમિટર નંગ ૨૦૦ અને ફ્લો મીટર નંગ 300 રૂપીયા ૨,૦૮,૦૦૦/- તથા રૂ.પર000/- ની છેતરપીંડી કરેલ હતી.
17. ગયા એપ્રીલ મડીના માં એસ.એસ.મેડીકેશન પ્રા.લી. નોયડા દિલ્હી નામની પેઢીને શીવ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનુ ખોટુ જી.એસ.ટી.બિલ મોકલી ૫૦ ઓક્સીમીટર આપવાનું રૂ.૨,૫૦૦/-ની છેતરપીંડી કરેલ હતી.
18. ત્યારબાદ ગયા વર્ષના સાતમા અને નવમાં મહીનામાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ઓક્સીમીટરની અછત હોવાથી ઉપર મુજબ ઑક્સીમીટરની જાહેરાત આપી પાંચ વેપારીઓ ને વિશ્વાસમાં લઈ કુલ 33,00,000/- ની છેતરપીંડી કરેલ હતી.
" isDesktop="true" id="1100559" >
વેસ્ટ બંગાળ
19. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રીશવ ગોલેચા રહે.બીધાનનગર દુર્ગાપુર વેસ્ટ બંગાલ વાળા વેપારીને ૧૦૦ નંગ ઑક્સીમીટર આપવાનું કહી રૂપીયા 43,680/- ની છેતરપીંડી કરેલ હતી.
મહારાષ્ટ્ર રાજ્ય
20. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ટીમ ક્રીએશન રહે.મનીશ પાર્ક, ડી-બીલ્ડીંગ, પમ્પ હાઉસ, અંધેરી(ઇસ્ટ), મુંબઇ વાળા વેપારીને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 1,96,000/- ની છેતરપીંડી કરેલ હતી.
21. આજથી બે મહીના પહેલા એસ્પાઈરીંગ ઈન્ડીયા મુંબઈ મહારાષ્ટ્ર નામની પેઢી સાથે નાઈટ્રાયલ ગ્લોઝ આપવાનું કહી રૂ.53,500/- ની છેતરપીંડી કરેલ હતી.
22. આજથી આશરે આઠેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા મોમાઇ ક્રિએશન રહે.મલાડ મુંબઇ વાળા વેપારીને 500 મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા 1000/- ની છેતરપીંડી કરેલ હતી.
23.આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા સફદાર અંસારી સાડી સેન્ટર રહે.સોનૌલી મહારાજગંજ મહારાષ્ટ્ર વાળા વેપારી ને 900મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનુ કહી રૂપીયા 18,900/- ની છેતરપીંડી કરેલ હતી.
ઉત્તરાખંડ
24. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રવીરાજ સિંધ રહે.ઉતરાખંડ વાળા વેપારીને 1000નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂ.2,96,760/- ની છેતરપીંડી કરેલ હતી.
આંધ્રપ્રદેશ
25. આજથી આશરે વીશેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા જે.આર. એન્ટરપ્રાઇઝ રહે.છિતુર આંધ્રપ્રદેશ વાળા વેપારીને 200 નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા 85,120/- ની છેતરપીંડી કરેલ હતી.
26. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા લેઝર પોઇન્ટ રહે.તીરૂપુર તમીલનાડુ વાળા વેપારીને100નંગ ઓક્સીમીટર આપવાનુ કહી રૂપીયા 20,000/- ની છેતરપીંડી કરેલ હતી. 27.આજથી આશરે ત્રણેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ધ રોયલ કલેક્શન રહે.તમીલનાડુ વાળા વેપારીને 300 મીટર જેટલુ રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા 11970/- ની છેતરપીંડી કરેલ હતી.
ઝારખંડ
28. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા અશોકભાઇ અગ્રવાલ રહેજમશેદપુર ઝારખંડ વાળા વેપારીને 1000 નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા2,34,080ની છેતરપીંડી કરેલ હતી.
29 ગયા વર્ષ ના દશમાં મહીનામા પહેલા ઝારખંડ રાજયા ના દોરંદા રાંચી કાર્ડીઓમેડ એજેન્સીના એક વેપારીને વિશ્વાસમાં લઈ હેન્ડ ગ્લોઝ આપવાનું કહી રૂ75000- ની છેતરપીડી કરેલ હતી.