રાજકોટ : હે રામ! મૃતદેહ પરથી દાગીના-રોકડ સહિતની ચોરી કરી કરતા હતા મોજ મજા

રાજકોટ : હે રામ! મૃતદેહ પરથી દાગીના-રોકડ સહિતની ચોરી કરી કરતા હતા મોજ મજા
રાજકોટમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓનાં દાગીના રોકડ ચોરવાનું કૌભાંડ સામે આવ્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

સમરસ હોસ્ટેલમાં (Samras Covid Hospital Rajkot) ચાલતી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા

  • Share this:
રાજકોટમાં (Rajkot) પૈસા લઈ દર્દીને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ભર્તી કરાવતા હોવાનો વિડીયો તાજેતરમાં જ વાયરલ થયો હતો. જે મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે અલગ અલગ ગુના નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં (Samras Covid Hospital Rajkot) ચાલતી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હોસ્પિટલ માં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણી એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવાનું કામ એટેન્ડન્ટ કરતા હોય છે. હાલ તેમાં કુલ દોઢસો નો સ્ટાફ કાર્યરત છે. જે તમામનું સુપરવાઇઝર સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા તેમણે પોલીસને જાણ કરી છે.આ પણ વાંચો : રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viral

આ દરમિયાન શંકાસ્પદ 17 જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દીધા હોય તેમજ તેઓ નો પગાર આપવાનો બાકી હોય તેમના પર વોચ રાખી વિક્રમ, મહેન્દ્ર અને માના નામના વ્યક્તિઓએ તાજેતરમાં જ નવા મોબાઈલ તેમજ વસ્તુઓની ખરીદી કરી હોય. જેથી પોલીસને બોલાવી રૂમની તલાસી લેતા vivo કંપનીનો મોબાઇલ હાથમાં પહેરવાની ઉંચી બે વીટી રુદ્રાક્ષની માળા બેના ની રીંગ તેમજ 32500 વીસ રૂપિયાની રોકડ મળી આવતા આ ત્રણેયને પોલીસે સકંજામાં લઇ આકરી પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : રાજકોટ : 'તારી કાજૂ-બદામ ખાવાની ઓકાત નથી, લગ્નનો ખર્ચ આપી દે એટલે દીકરાને બીજે પરણાવી દઉં'

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કોરોનાના દર્દીઓ ના મૃતદેહ પેક કરતી વેળાએ વસ્તુ ચોરી લીધા હોવાનું જણાવ્યું છે. ત્યારે તમામ આરોપીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

તેમજ આરોપીઓની વધુ પુછપરછ પણ કરવામાં આવશે કે આખરે તેઓ આ પ્રકારનો ગોરખ ધંધો કેટલા સમયથી ચલાવતા હતા. તેમના આ ગોરખધંધામાં તેમની સાથે અન્ય કોઈ કર્મચારી સામેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:April 25, 2021, 12:18 pm

ટૉપ ન્યૂઝ