રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ : આરોપીની માહિતી આપનારને રૂ. 50 હજાર આપવાની જાહેરાત

News18 Gujarati
Updated: November 30, 2019, 2:01 PM IST
રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ : આરોપીની માહિતી આપનારને રૂ. 50 હજાર આપવાની જાહેરાત
આ આરોપીની ચોક્કસ માહિતી આપનારને 50 હજાર રુપિયાનું ઇનામ નક્કી કરવામાં આવ્યું છે.

આ આરોપીની ચોક્કસ માહિતી આપનારને 50 હજાર રુપિયાનું ઇનામ નક્કી કરવામાં આવ્યું છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં શ્રમિક પરિવારની 8 વર્ષની છોકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ અંગેનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં રાતે 11 વાગીને 21 મિનિટે આરોપી 8 વર્ષની દીકરીને ગોદળામાં લપેટીને પોતાના ખભે મુકીને લઇ જઇ રહ્યો દેખાય છે. જ્યારે અન્ય સીસીટીવી રાતે 12 વાગીને નવ મિનિટનાં છે જેમાં બાળકી દોડતી દોડતી પાછી ફરે છે. આ મામલામાં આરોપીને પકડવા માટે રાજકોટ પોલીસે 50 હજાર રુપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ પોલીસે વિવિધ 10 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રાજકોટનાં ડીસીપી, રવિ મોહન સૈનીનાં જણાવ્યાં પ્રમાણે, પરિવારે રાતે જોયું તો દીકરી સુતી હતી ત્યાં ન હતી તેમના ઝૂંપડાની આસપાસ પણ ન હતી. જે બાદ દીકરી મળી હતી. આ કેસમાં આરોપી સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો છે. હાલ ત્રણ સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. આ કેસમાં રાજકોટ પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચની પોલીસે મળીને વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ આરોપીની ચોક્કસ માહિતી આપનારને 50 હજાર રુપિયાનું ઇનામ નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દાહોદ : એક જ પરિવારનાં 6 સભ્યોનાં હત્યારાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો?

જીગ્નેશ મેવાણીએ આ અંગે નિવેદન કરતાં કહ્યું કે, રાજકોટમાં આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને રાજ્યનાં મુખ્યમંત્રીએ આ અંગે રાજ્યની મહિલા દીકરીઓનાં બળાત્કાર અંગે કોઇ નિવેદન કરવામાં નથી આવ્યું, હેલ્મેટ ન પહેરવાને કારણે રાજકોટ પોલીસને 50 લાખ રૂપિયાનુ ટાર્ગેટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કઇ રીતે કથળી ગઇ છે તે આ બધા વરવા દાખલા પરથી જાણી શકાય છે. મુખ્યમંત્રી આ વખતે આ દુષ્કર્મ પીડિતાને મળે.'

બાળકી દોડતી આવતી દેખાઇ છે.


આ પણ વાંચો : BRTS અકસ્માત સમયે બસ રેડ સિગ્નલમાં, બાઇક યલો સિગ્નલમાં હતી : FSL રિપોર્ટબાબરાનો શ્રમિક પરિવાર રાજકોટ શહેરનાં 80 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. અપહરણકારે બાળકીને 80 ફૂટ રોડ ઉપર આવેલા નાળા નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીના શરીરના અનેક ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીને તેના ઝૂંપડાથી દુર મૂકી ભાગી છૂટ્યો હતો. જે બાદ દોડતી દોડતી પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. જેથી શ્રમિક પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
First published: November 30, 2019, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading