'તમે કોરોનાથી ચેતીને રહેજો ભૈ મારા ગરવા ગુજરાતીઓ...' રાજકોટ પોલીસે રજૂ કર્યું કોરોના જાગૃતિ ગીત


Updated: March 31, 2020, 11:26 AM IST
'તમે કોરોનાથી ચેતીને રહેજો ભૈ મારા ગરવા ગુજરાતીઓ...' રાજકોટ પોલીસે રજૂ કર્યું કોરોના જાગૃતિ ગીત
કોરોના અંગે જાગૃતિ માટે પોલીસનું ગીત.

રાજકોટ શહેર પોલીસની દુર્ગા શક્તિ ટીમે કોરોના વાયરસ અંગે રાજકોટવાસીઓ જાગૃત થાય તે પ્રકારનો સામાજિક સંદેશો આપતું ગીત બનાવ્યું છે.

  • Share this:
રાજકોટ : હાલ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે લડવા એક થયું છે. ત્યારે રાજકોટવાસીઓમાં પણ કોરોના વાયરસ (Coronavirus) અંગે વધુમાં વધુ જાગૃતતા લાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agravat) દ્વારા રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને અન્વયે જુદાજુદા પોલીસ સ્ટેશન દ્વારા તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા પણ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ અભિયાન (Coronaviruse Awareness Campaign) હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ શહેર પોલીસની દુર્ગા શક્તિ ટીમ દ્વારા કોરોના વાયરસ અંગે રાજકોટવાસીઓ જાગૃત થાય તે પ્રકારનો સામાજિક સંદેશો આપતો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયો શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ, ડીસીપી રવિ મોહન સૈની તેમજ ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓની હાજરીમાં લોંચ થયો હતો.

આ વીડિયો લોન્ચિંગ સમયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરની પ્રજાજોગ એક સંદેશો પાઠવ્યો છે. "મારા વ્હાલા રાજકોટવાસીઓ, હાલ કોરોના વાયરસ નામની મહામારી સામે વિશ્વ આખું એક થઈને લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયે આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો. તંત્ર દ્વારા જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ તેમજ દવાઓ આપના ઘરે પહોંચતી કરવામાં આવી રહી છે. પોલીસ સાચા અર્થમાં આપની મિત્ર અને હિતેચ્છુ છે. કોરોના વાયરસથી બચવા આપ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો."
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading