Home /News /kutchh-saurastra /

સુરત બાદ હવે રાજકોટમાં પબજી ગેમ પર મૂકાયો પ્રતિબંધ

સુરત બાદ હવે રાજકોટમાં પબજી ગેમ પર મૂકાયો પ્રતિબંધ

અમદાવાદમાં પબજી ગેમ પર પ્રતિબંધ

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: બાળકોના માનસ પર ગેમ રમવાને કારણે થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખીને રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

    પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થશે.

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 15મી માર્ચ સુધી અમલમાં રહેશે.

    આ પણ વાંચો: સ્વચ્છતાનાં પાઠ ભણાવવા માટે શાળાઓમાં ચાર પ્રકારની ડસ્ટબીન મૂકાશે

    ઉપરાંત આ મુદ્દે શિક્ષણ નિયામકે જણાવ્યું છે કે, પબજી ગેમ પાછળની બાળકોની ઘેલછા જોવા મળે છે. જેને લઈને તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે દરેક સ્કૂલને આદેશ કરવામાં આવશે કે, શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ ભણાવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Police Commissioner, Pubg game, પ્રતિબંધ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन