Home /News /kutchh-saurastra /

Rajkot Police Commissioner Transfer: રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી, જાણો ક્યાં અપાઈ ટ્રાન્સફર

Rajkot Police Commissioner Transfer: રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી, જાણો ક્યાં અપાઈ ટ્રાન્સફર

રાજકોટમાં ખૂબ ગાજેલા કટકી કાંડના પડઘા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી

Rajkot Police Commissioner Manoj Agrwal Transferred: ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ દ્વારા મનોજ અગ્રવાલે રાજકોટના ઉદ્યોગપતિ સખિયા પાસેથી 75 લાખની કટકી માંગી હોવાની ફરિયાદના અનુસંધાને પત્ર લખ્યો હતો. આ કથિત કટકી કાંડ બાદ અગ્રવાલના માથે બદલી તોળાઈ રહી હતી.

વધુ જુઓ ...
    Rajkot Police Commissioner Manoj Agrawal Transferred: રાજકોટ શહેર પોલીસ માટે અને રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના વિવાદિત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot CP Manoj Agrawal0ની બદલી કરવામાં આવી છે.  રાજકોટના પોલીસ કમિશનરની બદલી તોળાઈ રહી હતી ત્યારે આજે રાજ્યના ગૃહવિભાગ દ્વારા મનોજર અગ્રવાલને જૂનાગઢ પોલીસ તાલિમ અકાદમીના આચાર્ય તરીકે ખાલી પડેલી જગ્યાએ બદલી આપવામાં આવી છે.  ગૃહ વિભાગ દ્વારા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજકોટમાંથી પોલીસ કમિશનર તરીકે આઈપીએસ મનોજ અગ્રવાલની બદલીના ગાંધીનગરથી આદેશો છોડવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    આ સાથે જ રાજકોટ શહેરને નવા પોલીસ કમિશનર ન મળે ત્યાં સુધી રાજકોટ શહેરના એડમિન ક્રાઇમ અને ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને વધારાનો હવાલો  સોંપવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી આઈપીએસ અહેમદ રાજકોટના સીપીનો ચાર્જ સંભાળશે.

    વિવાદ શું હતો

    રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ રૂપિયા જેવી માતબર રકમની કટકી કર્યાનો સનસનીખેજ આરોપ લાગ્યો હતો.  આ અંગે ઉદ્યોગપતિએ કરેલી ફરિયાદને આધાર બનાવી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા મોટો વિવાદ સર્જાયો હતો. આ અંગે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી.

    આ પણ વાંચો : Rajkot Police commissioner મનોજ અગ્રવાલ સામે તપાસનો આદેશ, DGP કરશે ઈનક્વાયરી

    રાજકોટના ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ-પીએસઆઈ પર કટકીનો આરોપ હતો

    આ કેસમાં ઉદ્યોગપતિ સખિયાએ રજૂઆત કરી હતી કે તેમની 12 કરોડ રૂપિયા જેટલી રકમની ઉઘરાણી ફસાઈ હતી. આ સબબે તેમણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ફરિયાદ ન કરવાના બદલે રાજકોટ સીપીએ તેમને અરજી લઈ ક્રાઇમ બ્રાન્ચ પાસે મોકલી આપ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ આ અંગે 30 ટકા કમિશનની માંગણી કરી હતી. આમ રાજકોટના પોલીસ તંત્ર પર ધબ્બા સમાન આ ઘટનાએ ચકચાર મચાવી હતી.

    ઉદ્યોગપતિએ કથિત રીતે 75 લાખ ચુકવ્યા હતા

    કથિત રીતે ઉદ્યોગપતિ સખિયાએ આ મામલે પહેલા 50 અને બાદમાં 25 એમ 75 લાખ પોલીસને આપ્યા હતા. જોકે, પોલીસ તેને બાકીના પૈસા માટે ફોન કરતી હતી અને આ મામલે તેમની ઉઘરાણી ફસાઈ ગઈ હતી. અંતે તેમણે ભાજપના પૂર્વ મંત્રીનો કેડો જાલ્યો હતો. સખિયાના પૈસા અને રાજકોટ પોલીસના કથિત તોડ કાંડે રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યને ધમરોળી નાખ્યુ હતું.

    આ પણ વાંચો : Rajkot: Police Commissioner મનોજ અગ્રવાલ પર MLA ગોવિંદ પટેલનો આરોપ, 'ઉઘરાણીમાં કટકી વસૂલી'

    આ બદલીનો અર્થ શું?

    રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓ તોળાઈ રહી છે. જોકે, એ પહેલાં જ રાજકોટમાં ચગેલા આ વિવાદ બાદ રાજકોટના પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારી મનાતા આઈપીએસ મનોજ અગ્રવાલને રિઝર્વ પોલીસ તાલિમ શાળામાં મોકલી આપવાના રાજકીય પરીપ્રેક્ષ્ય અનેક છે.  હવે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ એના પર સૌની નજર ટકેલી રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Rajkot police, ગુજરાતી સમાચાર, પોલીસ કમિશનર, રાજકોટ

    આગામી સમાચાર