રાજકોટની જેલ કે મોબાઇલની દુકાન? જેલમાં મોબાઇલ કેવી રીતે પહોંચે છે તેની તપાસ માટે ટીમ બની


Updated: June 26, 2020, 12:02 PM IST
રાજકોટની જેલ કે મોબાઇલની દુકાન? જેલમાં મોબાઇલ કેવી રીતે પહોંચે છે તેની તપાસ માટે ટીમ બની
રાજકોટ મધ્યસ્થ જેલ (ફાઇલ તસવીર)

રાજકોટ જેલમાં જડતી દરમિયાન છેલ્લા છ મહિનામાં 11 વખત મોબાઇલ ફોન મળી આવ્યા, કમિશનરની સૂચનાથી ખાસ ટીમ બની.

  • Share this:
રાજકોટ : શહેરની જેલ (Rajkot Central Jail)માંથી અવારનવાર મળી આવતા મોબાઇલ (Mobile)ને લઈને હવે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જડતી દરમિયાન જેલની અંદરથી અલગ અલગ જગ્યાઓ પરથી મોબાઈલ મળી આવ્યા છે. આ મોબાઈલ કોના છે અને કઈ રીતે અંદર આવે છે તેના મૂળ સુધી હજી પોલીસ (Rajkot Police) પહોંચી શકી નથી. જેલમાં અમદાવાદની ટીમ દ્વારા પણ છેલ્લા થોડા સમયમાં બે વખત મોબાઈલ મળી આવ્યા હતા. આવા સમયે હવે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal) દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે જે મોબાઈલના મૂળ સુધી પહોચશે અને આરોપીની શોધખોળ પણ કરશે.

રાજકોટ જેલમાંથી છેલ્લા છ મહિનામાં 11 વખત મોબાઈલ મળવાની ઘટનો સામે આવી છે. જેલની બહારથી પ્લાસ્ટિકના દડા બનાવી પ્રતિબંધિત વસ્તુઓ ઘા કરવામાં આવે છે. બહારથી અજાણી વ્યક્તિઓ મોબાઈલ, તમાકુ, સહિતની પ્રતિબંધિત વસ્તુઓને પ્લાસ્ટિકમાં વીટી તેનો દડો બનાવી બહારથી જેલની અંદર ઘા કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા સમયે હવે પોલીસ હરકતમાં આવી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતના આ બે નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે

વીડિયો જુઓ : સપ્ટેમ્બર મહિનામાં પેટા-ચૂંટણી યોજાવાની શક્યતા

આ પણ વાંચો : ખેરગામની દીકરીએ 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા 

પોલીસની ખાસ ટીમમાં એસીપી પી.કે.દિયોરા, પ્રદ્યુમનનગર પોલીસ મથકના પી.આઇ વી.એસ.વણઝારા, પી.એસ.આઇ બી.વી.બોરીસાગર અને ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ એચ.બી.ધાંધલ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ ટીમ જેલમાં મોબાઇલ અંદર કેદી પાસે કેવી રીતે પહોંચે છે, જેલ તંત્રનાં કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, મળી આવેલા મોબાઇલ પરથી કોની કોની સાથે વાતચીત થઇ છે સહિતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસમાં જેમની સંડોવણી ખૂલે તેની સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે.
First published: June 26, 2020, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading