રાજકોટ: 24 કલાકમાં 4 દરોડા, લાખોનો દારૂ ઝડપાયો, બૂટલેગરો સામે પોલીસની 'T-20'

રાજકોટ: 24 કલાકમાં 4 દરોડા, લાખોનો દારૂ ઝડપાયો, બૂટલેગરો સામે પોલીસની 'T-20'
કુવાડવા જીઆઇડીસી પ્લોટ નંબર 21 માં આવેલ એપેક્સ food નામના ગોડાઉનમાંથી ઝડપાયેલો દારૂ

રાજકોટમાં 31St December પહેલાં પોલીસનું 'સ્વચ્છતા અભિયાન,' શહેરમાં ઠલવાઈ રહેલા દારૂના જથ્થા પર પોલીસનો સપાટો

  • Share this:
થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ વિદેશી દારૂના ધંધાર્થીઓ સ્ટોક કરવા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા એક કરોડથી પણ વધુ નો મુદ્દામાલ પ્રોહિબિશન ના ગુના અંતર્ગત કબજે કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારુ તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે જ્યારે જાહેરમાં થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર ની પાર્ટીનું આયોજન ખૂબ જ નહિવત માત્રામાં થવાનું છે ત્યારે પોલીસ સુત્રોનું માનીએ તો ખાનગી ફાર્મ હાઉસમાં ઠેર ઠેર જગ્યાએ ખાનગી પાર્ટીઓ થવાની સંભાવનાઓ સેવાઈ રહેલી છે. ત્યારે 31 ડીસેમ્બર પાર્ટી પહેલા બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મેળવવા તેમજ તેનું કટિંગ કરવા ઈચ્છી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાતી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે તો સાથે જ લાખેણી કારો પણ કબજે કરવામાં આવી છે.ત્યારે સમગ્ર મામલે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે પી.એસ.આઇ એસ વી સાખરા અને તેની ટીમને બાતમી મળી હતી કે કુવાડવા જીઆઇડીસી પ્લોટ નંબર 21 માં આવેલ એપેક્સ food નામના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાનો કટિંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે ચોક્કસ બાતમી મળતા ની સાથે ચોક્કસ જગ્યાએ રેડ પાડવામાં આવતા ઘટના સ્થળે થી મેકડોવેલ્સ નંબર 1 વિસ્કી ની 2364 બોટલો મળી આવી હતી. રોયલ ચેલેન્જ વીસકી બોટલ નંગ 384 મળી આવી હતી. તો સાથે જ પોલીસે ટ્રક તેમજ ચાર કાર આરોપીઓના મોબાઇલ સહિત કુલ 35,74,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો :   કેશુબાપાના મોટાભાઈ ધરમશીભાઈ પટેલનું અવસાન, PM મોદીએ પરિવારને સાંત્વના આપી

તો બીજી તરફ પારેવડી ચોક થી હોસ્પિટલ ચોક તરફ જતા રસ્તે કેસરી હિન્દ પુલ પરથી ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજુ સવજીભાઈ નાકિયાની 120 બોટલ સાથે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજુ સવજીભાઈ નાકિયાની 120 બોટલ સાથે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
તો બીજી તરફ નવા ગામના રંગીલા સોસાયટી પંચવટી શેરી નંબર1માં આવેલા મકાનમાં થી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂની 96 બોટલ સાથે હરેશ રામજીભાઈ રાઠોડ ની ધરપકડ કરી છે.

ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર ખ્વાજા ચોક નજીક કાચી જમાતખાના સામે આવેલા વોકળા પાસે ટ્રાવેલિંગ બેગ માં દારૂની છ જેટલી બોટલની હેરાફેરી કરનાર મોસીન રજાક ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રાવેલિંગ બેગમાં દારૂની હેરફેર કરતો ઝડપાયેલો શખ્સ


આ પણ વાંચો :   સુરત : પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો, ગળેટૂંપો દઈ મૃતદેહને કોથળામાં વીંટી દીધો હતો

આમ માત્ર ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ ત્રણ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જે અંતર્ગત કોઈ દારૂની હેરફેર કરતું હતું કોઈએ દારૂ પોતાના મકાનમાં છૂપાવીને રાખ્યો હતો તો કોઈ food ગોડાઉનમાં દારૂનું કટિંગ કરી રહ્યા હતા. તો ભક્તિ નગર પોલીસ  દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપી ટ્રાવેલ બેગ માં દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.
Published by:Jay Mishra
First published:December 12, 2020, 14:17 pm

ટૉપ ન્યૂઝ