રાજકોટ : આંગડિયાની બહાર ચોરી કરતી કુખ્યાત નાયડુ ગેંગ ઝડપાઈ, 11 ગુના કબૂલ્યા, પોલીસ ન પકડી પાડે માટે રચતા ગજબનો પ્લાન

રાજકોટ : આંગડિયાની બહાર ચોરી કરતી કુખ્યાત નાયડુ ગેંગ ઝડપાઈ, 11 ગુના કબૂલ્યા, પોલીસ ન પકડી પાડે માટે રચતા ગજબનો પ્લાન
પોલીસે ઝડપી પાડેલા નાયડું ગેગના સભ્યો

આંતરાજ્ય ચોરીનું રેકેટ ચલાવતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી, ચોરીમાં વપરાતું વાહન OLX પરથી જ ખરીદતા હતા પરંતુ પોલીસ ક્યારેય પકડી ન શકે તે માટે એક ખાસ કામ જરૂર કરતા હતા પણ આખરે ભાડો ફૂટ્યો

  • Share this:
આંતર રાજ્ય નાયડુ ગેંગની (Naidu Gang) રાજકોટ રુલર પોલીસે (Rajkot Police)એ ધરપકડ કરી છે. આ ગેંગ બેંક તથા આંગડિયા પેઢી બહાર પૈસા લઇ જતા લોકોની રેકી કરી પૈસા ચોરી કરતી હતી. પોલીસે એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં 11 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 3 લાખ 26 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

રાજકોટ રુલર પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયા રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.રાજકોટના જિલ્લા પોવીસ વડાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપતી હતી.


આ પણ વાંચો : રાજકોટ : 'તું માવતરથી હોન્ડા લઈ આવ, જેમ આવી છો એમ પાછી જતી રહે,' પરિણીતા પર અમાનુષી અત્યાચાર

રાજકોટ રુલર પોલીસના સકંજામાં રહેલા આ શખ્સો નાયડુ ગેંગના સાગ્રીતો છે અને તેમના નામ છે લાલુ ઉર્ફે સુનિલ ઐયર , હરીશ ઉર્ફે અરીશ નાયડુ અને ગોપી લક્ષ્મણા નાયડુ.  આ શખ્સો એ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ 2020 ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ સનાયડુ ગેંગના સગીર સંગીત 4 શખ્સોને પકડી પાડ્યા છે.

પોલીસે આ શખ્સો પાસેથી પલ્સર મોટર સાયકલ , અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખી અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટરસાયકલ ની ખરીદી કરી બાદમાં રેકી કરી અને ચોરીના ગુનાને અંજામ આપતા હતા.

આ પણ વાંચો :  રાજકોટ : 'હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો,' 181ની પ્રસંશનીય કામગીરી

આ ટોળકીએ ગુજરાતના રાજકોટ , અમદાવાદ , સુરેન્દ્રનગર , જામનગર ઉપરાંત ,રાજસ્થાન , મહારાષ્ટ્ર , અને કર્ણાટક રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલ આરોપી પૈકી હરીશ ઉર્ફે અશિસ નાયડુ વિરુધ્ધ મહારાષ્ટ્ર , કર્ણાટક અને રાજસ્થાનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.. હાલ તો પોલીસે આ 4 શખ્સોની ધરપકડ કરી ગેંગ દ્વારા કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 29, 2021, 14:32 pm

ટૉપ ન્યૂઝ