રાજકોટ : ફિલ્મી ઢબે ઘોડાની રેસ લગાવી જુગાર રમાડતા શખ્સો ઝડપાયા, 11ની ધરપકડ, ચોંકાવનારી કબૂલાત

રાજકોટ : ફિલ્મી ઢબે ઘોડાની રેસ લગાવી જુગાર રમાડતા શખ્સો ઝડપાયા, 11ની ધરપકડ, ચોંકાવનારી કબૂલાત
ઘોડાની રેસ લગાવનારા સાથે જોનારાને પણ પકડી પાડતી પોલીસ

ફિલ્મોમાં જોવા મળતી ઘોડાની રેસને રાજકોટ પાસેના સણોસરામાં સ્થાનિક રૂપે શરૂ કરી, લૉકડાઉનમાં રેસકોર્સમાં ચાલતા ઘોડાનો વ્યવસાય બંધ થતા ગુનાહિત કામે વળગ્યા આરોપીઓ

  • Share this:
અત્યાર સુધી જે ઘોડાની રેસ (Horse race) ફિલ્મોમાં જોવા મળતી હતી તે રાજકોટમાંથી (Rajkot) ઝડપાઇ છે. રાજકોટના સણોસરા ગામ પાસેથી ઘોડાની રેસ લગાડી જુગાર રમતા હોવાનું (Sanosra) સામે આવ્યું છે જેના પર કુવાડવા પોલીસે કાર્યવાહી કરી 11 લોકોની (Arrested 11 people) ધરપકડ કરી છે. શહેરના રેસકોર્ષમાં ઘોડા (Race course rajkot) ફેરવી ગુજરાન ચલાવતાં ચાર શખ્સોએ સણોસરામાં ઘોડા રેસ યોજી (Gamble on Horse race) જૂગાર રમવાનું ચાલુ કરતાં કુવાડવા પોલીસે દરોડો પાડી ચારેયને પકડી લીધા હતાં. મહત્ત્વની બાબત એ છે કે પોલીસ ઝડપેલા લોકો જે જુગાર રમાડતા હતા તે ખૂબ જ નવીન બાબત છે. આજદિન સુધી આવા જુગારની કોઈ ઘટના સામાન્ય રીતે સામે આવી હોય તેવું જણાઈ રહ્યુ નથી. જોકે, જુગારીઓનું માનીએ તો તેમના ઘોડા લૉકડાઉનમાં નવરા થઈ ગયા હતા અને કામ બંધ હતું તેથી આડા પાટે ચઢીને ઘોડાનો જુગાર ઝડપાયો હતો.

આ સાથે રેસ જોવા ઉભેલા બીજા 7 લોકોની પણ ધરપકડ કરી હતી.હાલ કુવાડવા પોલીસે અબ્બાસ અમીનભાઇ સુંભાણીયઆ, મહેન્દ્ર રમેશભાઇ સનુરા, અલી આદમભાઇ જુણાત  અને રજાક નાથાભાઇ સોરા સામે જુગારધારાની કલમ અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન દાખવવાની કલમ તેમજ 114 મુજબ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી રોકડા 16,700 રૂપિયા, છ મોબાઇલ, બે ઘોડા મળી કુલ રૂ. 92,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ પણ વાંચો :  સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

કેવી રીતે રમાતો હતો જુગાર

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જુગાર કઈ રીતે રમાતો હતો તેના વિશે જાણકારી આપી હતી જેમાં ચારેયએ એક કિલોમીટર સુધી ઘોડા દોડાવવાની રેસ યોજી હતી અને જે ઘોડો જીતે એના અસ્વારને 7,000 રૂપિયા આપવાના એ પ્રકારનો જૂગાર રમવાનું ચાલુ કર્યુ હતું.

આ પણ વાંચો :   Dream-11 બન્યું IPLનું ટાઇટલ સ્પોન્સર, 250 કરોડમાં ખરીદ્યા અધિકાર

ચારેયએ ઘોડાને વધુ પડતા દોડાવી દુઃખ દર્દ આપી એક બીજાને મદદગારી કર્યાનો આરોપ મુકાયો છે. મહેન્દ્ર અને અબ્બાસ ઘોડા પર બેસી રેસ લગાવતાં હતાં અને બાકીના બે અલી તથા રજાક શરત લગાવતાં હતાં. હાલતો પોલીસે તમામ લોકો લર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:August 18, 2020, 15:27 pm

ટૉપ ન્યૂઝ