ગુજરાતનું મેક્સિકો બન્યું રાજકોટ, વધુ એક મહિલા ચરસ-ગાંજા સાથે ઝડપાઇ

થોડા સમય પહેલા જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રૂ.81.32 લાખના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા, હવે વધુ એક મહિલા ઝડપાઇ

News18 Gujarati
Updated: September 12, 2018, 6:28 PM IST
ગુજરાતનું મેક્સિકો બન્યું રાજકોટ, વધુ એક મહિલા ચરસ-ગાંજા સાથે ઝડપાઇ
થોડા સમય પહેલા જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રૂ.81.32 લાખના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા, હવે વધુ એક મહિલા ઝડપાઇ
News18 Gujarati
Updated: September 12, 2018, 6:28 PM IST
થોડા સમય પહેલા જ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રૂ.81.32 લાખના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા, ત્યારે ફરી એકવાર જંગલેશ્વરામાંથી જ ચરસ ગાંજાના જથ્થો મળી આવતાં ચકચાર મચ્યો છે. પોલીસે તમામ નશાના જથ્થાનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં આવેલા જંગલેશ્વર વિસ્તાર હાલમાં નશાના કારોબાર માટે જાણીતો બન્યો છે. ત્રણ દિવસમાં બીજી વાર પોલીસે રેડ કરી ચરસ-ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. પોલીસે જંગલેશ્વરમાંથી એક નામચીન મહિલાને 200 કિલો ગ્રામ ચરસ-ગાંજાના જથ્થા સાથે પકડી પાડી છે. પોલીસે મહિલાની અટકાયત કરી જથ્થો ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બે દિવસ પહેલા જ જંગલેશ્વરમાં રહેતા મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબ લોયાને રૂ.81.32 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીને 14 દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટનો મહેબૂબ જમ્મુના યાકુબખાન પાસેથી ચરસનો જથ્થો મગાવતો હતો. ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત કિલોના રૂ.10 લાખ છે, પરંતુ ભારતમાં રૂ.1 લાખમાં 1 કિલો મળે છે.

ક્યાંથી આવે છે નશાનો સામાન ?

જમ્મુથી મહેબૂબને 1 કિલો ચરસ રૂ.1 લાખના ભાવે મળતું હતું, પરંતુ રાજકોટમાં તે 10-10 ગ્રામની ગોળી બનાવીને વેચતો હતો અને 10 ગ્રામ ચરસના રૂ.2 હજાર વસૂલતો હતો. જમ્મુથી ચરસનો જથ્થો જૂનાગઢના પટેલબાપુ તરીકે ઓળખાતા મુસ્લિમ શખ્સ પાસે આવતો હતો અને પટેલબાપુ રાજકોટમાં મહેબૂબને આપી જતો હતો. જૂનાગઢના પટેલબાપુને ત્રણેક મહિના પૂર્વે જમ્મુ પોલીસે ચરસ સાથે ઝડપી લેતા તે હાલમાં જેલમાં છે. રાજકોટ પોલીસ તેનો જમ્મુથી કબજો મેળવશે. પોલીસે સૂત્રધાર મહેબૂબની આગવીઢબે પૂછપરછ કરતાં તેની પાસેથી રાજકોટના તેના દોઢ ડઝનથી વધુ ગ્રાહકોના નામ પોલીસને મળ્યા હતા તેમજ મોરબીથી પણ સાતેક શખ્સો ચરસ ખરીદી જતા હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...