રાજકોટઃ પોલીસે બે દુલ્હન સહિત ત્રણ લોકોને પકડ્યા, કારણ જાણીને ઉડી જશે હોશ


Updated: January 12, 2020, 5:24 PM IST
રાજકોટઃ પોલીસે બે દુલ્હન સહિત ત્રણ લોકોને પકડ્યા, કારણ જાણીને ઉડી જશે હોશ
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જંકશન પ્લોટમાં રહેતા એક યુવાને ચાર દિવસ પૂર્વે નાગપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટના (Rajkot) પ્રદ્યુમન નગર પોલીસે (police) લગ્નની (marriage) લાલચે પૈસા પડાવતી નાગપુરની ગેંગને ઝડપી પાડી છે. બે યુવતી સહિત ત્રણ આરોપીઓની પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી ચીટર ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જંકશન પ્લોટમાં રહેતા એક યુવાને ચાર દિવસ પૂર્વે નાગપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાના ત્રણ દિવસમાં જ યુવતી રોકડ દાગીના મોબાઇલ સહિતની વસ્તુઓ લઈ નાસી ગઈ હતી. જે બાદ યુવાનના પરિવારજનો એ યુવતીની ભાળ મેળવવા અનેક કોશિષ કરી હતી.

આ પણ વાંચોઃ-ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત, સિંચાઈ માટે 70 દિવસ અપાશે પાણી

જોકે તેમાં તેમને સફળતા હાથ લાગી નહોતી. જેથી પોલીસ અને સામાજિક કાર્યકરે નાસી ગયેલી લૂંટેરી દુલ્હન ને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. જે છટકામાં લૂંટેરી દુલ્હન ફરી એક વખત નવા યુવક સાથે કોર્ટમાં લગ્ન કરવા આવતાં પોલીસે તેને ઝડપી પાડી છે. તો સાથે જ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-મોડાસાની મૃતક યુવતીના પરિવારનો આક્ષેપ, 'લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઇ જાતે ન ચઢી શકે'

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે આ ગંભીર કલમ હેઠળ ગુનોં નોંધાશેપોલીસે લુટેરી દુલ્હન સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ પણ નોંધી છે. ત્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર રવાના પણ કરી છે. મીડિયાના મારફતે પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે જો આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે.
First published: January 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading