રાજકોટ: ગામડામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકનો સાથે 1,000 ડોલરની ઠગાઈ કરો એટલે 3,000 કમિશન!

રાજકોટ: ગામડામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકનો સાથે 1,000 ડોલરની ઠગાઈ કરો એટલે 3,000 કમિશન!
ઝડપાયેલા આરોપી.

Fake call center duping US Citizens: કોલમાં સેન્ટરમાં કામ કરતા લોકોને પગાર ઉપરાંત એક હજાર ડૉલરની ઠગાઈ પર મળ ત્રણ હજાર રૂપિયા કમિશન મળતુ હતું.

  • Share this:
રાજકોટ: રાજકોટ પોલીસે સરધારના હરિપર ગામ (Haripar Village) ખાતે એક મકાનમાં દરોડો કરી અમદાવાદના ચાર શખ્સોને પકડી પડ્યા છે. તમામ લોકો અમેરિકન નાગરિકો (US Citizen)ને લોન અપાવી દેવાના અને ક્રેડિટ સ્કોર (Credit score) વધારી દેવાના બહાને ભોળવી લેતા હતા અને ઠગાઈ કરતા હતા. બાતમીના આધારે શહેર એસઓજીની ટીમે દરોડો પાડી ચારેય યુવાનોને પકડી લીધા હતાં. સહેલાઇથી પોલીસની નજરે ન ચડી જવાય તે માટે ગામડામાં રૂમ રાખીને રાત્રે કામ કરતાં હતા. લોકોને ખબર ન પડે એ રીતે ગયા મહિનાથી અહીં કૉલ સેન્ટર ચાલુ કર્યુ હતું.

પકડાયેલા આરોપીઓને મહિને 12-12 હજાર રૂપિયા પગાર અને જેટલી પણ છેતરપિંડી કરે તેના પર કમિશન તરીકે 1 હજાર ડોલરે ત્રણ હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ કૌભાંડની તપાસનો દોર અમદાવાદ સુધી લંબાયો છે. હરિપર ગામના એક મકાનમાં પોલીસે દરોડો પાડીને મનોજ સત્યરામ શર્મા, રતન શત્રુઘ્નભાઇ કરણ, વીક્કી સંજયભાઇ સિંહ તથા શાહીલ અરવિંદભાઇ ઓડને પકડી લઇ લેપટોપ, અડેપ્ટર, મોબાઇલ ફોન, લાઇટ બિલ, સ્ક્રિપ્ટ લખેલી બૂક મળી રૂ. 39,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ પણ વાંચો: છત્તીસગઢ: માછલીઓ ભરેલું વાહન પલટી જતાં લોકો હાથમાં આવે એટલી જીવતી માછલીઓ લઈને ભાગ્યાં

પોલીસ તપાસમાં આ ચારેય શખ્સો કોલ સેન્ટરના ઓઠા તળે અમેરિકન નાગરીકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી, તૈયાર કરેલી સ્ક્રિપ્ટને આધારે પર્સનલ વિગતની વેરિફાઇ કરતા હતા. જે બાદમાં અમેરિકા સ્થિત એસ.કેસ એક્ષપ્રેસ તથા સ્પીડ કેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક હોય તેને ભારતમાંથી ટેકસનાઉ TEXTNOW retail cc a (8*8 WORK) નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટથી કોલ રકતા હતા અને લોન અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પત્ની પ્રેગનેન્ટ હોવાથી યુવકે કરી ગંદી હરકત, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતી આરોપી ભાગ્યો

આ ઉપરાંત એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોય તો ક્રેડિટ સ્કોર વધારવાની લાલચ આપી તેમના સોશિયલ સિક્યુરિટી નંબર (SSN) નંબરના છેલ્લા ચાર આંકડા મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગિફટ વાઉચર ખરીદ કરી હજારો ડોલર છેતરપિંડીથી મેળવી લેતાં હતાં. જે ચાર શખ્સ પકડાયા છે તેમાં મનોજ ધો-૧૧ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલો છે. રતને અંગ્રેજી માધ્યમમાં મિકેનિકલ એન્જીનિયરિંગ કર્યુ છે. જ્યારે વિક્કી અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧૨ સુધી ભણેલો છે. જ્યારે શાહિલ અંગ્રેજી માધ્યમમાં બીકોમ સેમેસ્ટર-૪માં અભ્યાસ કરે છે.

આ ચારેય માત્ર ચીઠ્ઠીના ચાકર પગારદાર હોવાની અને કોલ સેન્ટરનો સૂત્રધાર બીજુ કોઈ હોવાની શંકાએ પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે. તમામ છેલ્લા એકાદ મહિનાથી હરિપરમાં મકાન ભાડે રાખી કૌંભાંડ ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. તમામને મકાન કોણે અપાવ્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 28, 2021, 16:41 pm

ટૉપ ન્યૂઝ