રાજકોટ : લૉકડાઉનમાં કોઇપણ ઘરની બહાર નહીં નીકળી શકે, જરૂર પડ્યે 100 નંબર પર ફોન કરી શકાશે

News18 Gujarati
Updated: April 4, 2020, 1:43 PM IST
રાજકોટ : લૉકડાઉનમાં કોઇપણ ઘરની બહાર નહીં નીકળી શકે, જરૂર પડ્યે 100 નંબર પર ફોન કરી શકાશે
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ફાઇલ તસવીર

લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા શહેરીજનો માટે 3 ખાસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : રાજ્યમાં કોરોનાનો (coronavirus) કેર વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં (Rajkot) મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, લૉકડાઉનમાં (lockdown) પાસ વગર એકપણ વ્યક્તિએ ઘરની બહાર નીકળી નહીં શકે. જરૂર પડે તો લોકો પોલીસ કન્ટ્રોલ રૂમમાં 100 નંબર પર પણ ફોન કરી શકશે. દવા,દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ ફરજીયાત હોમ ડિલેવરી કરવી પડશે.

લૉકડાઉનનાં 11માં દિવસે રાજકોટમાં આજે પરિસ્થિતિની ચકાસણી કરવા માટે પોલીસ કમિશનર  નીકળ્યા હતા. રસ્તા પર બિન જરૂરી નીકળતા લોકોને  ઉભા રાખીને તેમને સમજાવ્યાં પણ હતા. દરેક પોઇન્ટ પર જરૂરી સ્ટાફ છે કે કેમ તે અંગે પણ નીરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે મહત્વનો નિર્ણય પણ કર્યો છે.

આ પણ વાંચો- પાલનપુર : ક્વૉરન્ટાઇનના અંતિમ દિને પુરૂષે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી, 3 સંતાનો નિરાધાર બન્યા

લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા શહેરીજનો માટે 3 ખાસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને બેન્કમાં ખાતું હશે તેઓને કોઈ પણ વધારાનો ચાર્જ લીધા વિના ઘરે બેઠા પ્રતિદિન રૂ.10 હજાર સુધીની રકમ પોસ્ટ માસ્ટર મારફતે પહોંચાડવામાં આવશે. સરકાર દ્વારા વિધવા સહાય યોજનાની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ પોસ્ટ ઓફિસ દરેક લાભાર્થીને ઘરે પહોંચાડશે. લોકડાઉન દરમિયાન મેડિકલને લગતી ચીજવસ્તુઓ દેશભરમાં મોકલવા માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના માટે મુખ્ય પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી ત્રણેય સેવા માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવે નહીં. ઘરેબેઠા પૈસા મેળવવા માંગતા વ્યક્તિએ વોટ્સએપ નં.6354919676, 6354919695 પર પોતાનું નામ, મોબાઈલ નંબર અને પૂરું સરનામું મોકલવાનું રહેશે.

આ પણ જુઓ - 
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading