રાજકોટઃ અડધી રાત્રે માતા સાથે સુતેલી નાની પુત્રી થઈ ગઈ ગાયબ, માતા-પિતાએ નોંધાવી ફરિયાદ

રાજકોટઃ અડધી રાત્રે માતા સાથે સુતેલી નાની પુત્રી થઈ ગઈ ગાયબ, માતા-પિતાએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

હું મારી પત્ની અને ત્રણ સંતાનો સાથે સૂતા હતા. મારી સૌથી નાની દીકરી કામિની તેની માતા સાથે ખાટલામાં સૂતી હતી. ત્યારે અડધી રાત્રે મારી પત્નીએ મને જગાડ્યો હતો કે આપણી દીકરી ઘરમાં નથી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot) આજી ડેમ પોલીસ (Aajidam police station) મથકમાં ત્રંબા પાસે આવેલા વડાળી ગામે (Vadali village) રહેતા અને ખેત મજૂરી કરતા વ્યક્તિએ પોતાના જ ગામના હિતેશ ધીરુભાઈ બારૈયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ હિતેશ વિરૂદ્ધ આજીડેમ પોલીસ મથકમાં IPC ની કલમ 363, 366 હેઠળ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના (Rajkot city) આજી ડેમ પોલીસ દ્વારા આરોપી હિતેશ ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગોપાલ ભાઈ ( નામ બદલાવેલ છે ) નામના ફરિયાદીએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. મોટી દીકરીના લગ્ન ચોટીલા ગામે થયા છે. ત્યાર બાદ સંતાનમાં બે પુત્રો છે. જ્યારે કે ચોથા નંબરના સંતાનમાં કામિની નામની ( નામ બદલાવેલ છે ) દીકરી છે. જેની ઉંમર 15 વર્ષ 11મહિનાની છે.થોડાક સમય પહેલા મારી દીકરી કામિની પાસે થી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતાં તેણી પાસે રહેલ મોબાઈલ ગામના હિતેશનો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમે સૌ પ્રથમ તો દીકરી કામિની પાસે રહેલો ફોન તોડી નાખ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

ત્યાર બાદ હિતેશ અમારા કૌટુંબિક સગામાં થતો હોય તેને પણ અમે ઠપકો આપ્યો હતો. ત્યારે તેને આવેશમાં આવીને કહ્યું હતું કે, " થાય તે કરી લેજો હું તમારી દીકરી કામિની ને ભગાડી લઇ જઇશ ".

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

ત્યારે ગત 19મી તારીખે હું મારી પત્ની અને ત્રણ સંતાનો સાથે સૂતા હતા. મારી સૌથી નાની દીકરી કામિની તેની માતા સાથે ખાટલામાં સૂતી હતી. ત્યારે અડધી રાત્રે મારી પત્નીએ મને જગાડ્યો હતો કે આપણી દીકરી ઘરમાં નથી. જેથી તેની તપાસ અર્થે અમે સગાવહાલાના ઘરે તપાસ કરી હતી. તેમ છતાં તેનો કોઈ પતોના લાગતા અમે હિતેશના બને ફોન નંબર પર ફોન લગાડ્યો હતો.પરંતુ તેના બને સ્વીચ ઓફ આવતા અમે તેના ઘરે પહોંચ્યા હતાં. ત્યાં પણ તે મળી ન આવતા અમને ખાતરી થઈ હતી કે, હિતેશ અમારી માસુમ ભોળી દીકરીને બદકામ કરવાનાં ઇરાદે લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડી લઈ ગયેલ છે.
Published by:ankit patel
First published:April 21, 2021, 17:30 pm

ટૉપ ન્યૂઝ