રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ
પકડાયેલા આોરપીની તસવીર યુવતીની પ્રતિકાત્મક તસવીર

લાલ પાર્કમાં હું મયુરના ઘરે જતા તેણે મારી સાથે બળજબરી કરી નિર્લજજ હુમલો કર્યો હતો. તેમજ કેટલાક ફોટા પણ પાડી લીધા. તેના આવા વર્તનથી હું ગભરાઈ ગઈ હતી તેમજ આ બાબતની વાત મેં કોઈને કરી નહોતી.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં (Rajkot city) સોશિયલ મીડિયા (social media) મારફતે સગીરા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં (love trap) ફસાવી જાતીય સતામણી (molestation) કરતા આરોપી મયુર પરમારની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ (woman police) દ્વારા આઈ પી સી ની કલમ 354 (ક), 506(2) તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ત્યારે હાલ મહિલા પોલીસ દ્વારા આરોપી મયુરભાઈ રસિકભાઈ પરમાર ની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મયુર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી. સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે મારે ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય જેના કારણે મારા માતા-પિતાએ મને મોબાઇલ લઇ આપ્યો હતો.લાલ પાર્કમાં હું મયુરના ઘરે જતા તેણે મારી સાથે બળજબરી કરી નિર્લજજ હુમલો કર્યો હતો. તેમજ કેટલાક ફોટા પણ પાડી લીધા. તેના આવા વર્તનથી હું ગભરાઈ ગઈ હતી તેમજ આ બાબતની વાત મેં કોઈને કરી નહોતી. પરંતુ મારા ભાઈએ મોબાઈલમાં મેસેજ જોઈ જતા ભાઈ અને પિતા મયુરને તેના ઘરે સમજાવવા ગયા હતા.

આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 12 યુવતી અને 11 યુવકો ઝડપાયા, 'વસ્તુઓ'નો ઢગલો જોઈ પોલીસ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

જ્યારે મારા પિતા અને ભાઈ મયુરના ઘરે પહોંચ્યા ત્યારે મયુરે તેઓને મારા ફોટા તથા મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી તો સાથે જ મારા પિતા અને ભાઈ ને માર પણ માર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા અનેક વખત કોરોનાના કારણે શરૂ થયેલ ઓનલાઇન અભ્યાસના અનેક ખરાબ પરિણામો સામે સામે આવી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે કેટલાક બાળકો ઓનલાઇન અભ્યાસની આડમાં પોર્ન સાઇટ સર્ચ કરતા હોય વિઝીટ કરતા હોય તે પ્રકારના કિસ્સા પણ સામે આવ્યા હતા.
Published by:ankit patel
First published:March 21, 2021, 21:12 pm

ટૉપ ન્યૂઝ