રાજકોટમાં ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ

રાજકોટમાં ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વેચવાનો કારસો સામે આવ્યો છે. 

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વેચવાનો કારસો સામે આવ્યો છે. 

  • Share this:
રાજકોટ : સમગ્ર ભારતભરમાં લૉકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લૉકડાઉન પાર્ટ 3 ચાલી રહ્યો છે. જેના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વેચવાનો કારસો સામે આવ્યો છે.

રાજકોટ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ દિલીપ સંખ્યા અને તેમની ટીમ દ્વારા આજરોજ જુના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે કેટલાક ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની રજૂઆત કિસાન સંઘના આગેવાનોને કરી હતી. ખેડૂતોએ કિસાન સંઘના આગેવાનોને રજૂઆત કરી હતી કે તેમનો માલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ વેચી નાખવામાં આવે છે. જેના કારણે તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતોનું કહેવું છે કે, તેમની ડુંગળીની બોરીમાં 52થી 55 કિલો ડુંગળી હોવા છતાં તેમને પ્રતિ બોરી માત્ર 40 કિલોના ભાવ જ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ બોરી માત્ર 210થી 220 રૂપિયા જ ચુકવવામાં આવી રહ્યા છે.ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં પડધરી તાલુકાના દિપકભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, તમને આ વર્ષે દસ વીઘામા ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ તેમને પાંચથી છ હજાર જેટલો ખર્ચ થયો હતો. ત્યારે હાલ તેમને 2500 મણ ડુંગળીની ઉપજ થઈ છે. તો સાથે જ તેમણે છેલ્લા બે વર્ષથી પાક ધિરાણ પણ ચૂકવી શક્યા નથી.

આ પણ વાંચો- અરવલ્લી : પગપાળા વતન જતા શ્રમિકોએ અમદાવાદ-ઉદેપુર હાઇવે જામ કર્યોકોરોનાના કહેર વચ્ચે યાર્ડના સત્તાધીશો આ તમામ મામલે અજાણ હોવાનુ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. ત્યારે કોરોના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યો છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બેથી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 20થી 25 રૂપિયા કિલો મળી રહી છે.

આ પણ જુઓ- 
Published by:News18 Gujarati
First published:May 13, 2020, 12:18 pm

ટૉપ ન્યૂઝ