Home /News /kutchh-saurastra /રાજકોટ: 'તારી સીટી વગાડી દેવી છે, કુપનમાંથી નામ પણ નીકળી જશે,' કળયુગી પુત્રએ પિતાને માર્યો ઢોર માર

રાજકોટ: 'તારી સીટી વગાડી દેવી છે, કુપનમાંથી નામ પણ નીકળી જશે,' કળયુગી પુત્રએ પિતાને માર્યો ઢોર માર

ફાઇલ તસવીર

જે પિતા (father)એ પોતાના પુત્ર (son)ને નામ આપ્યું, ઓળખ આપી તે જ પુત્રએ પોતાના પિતાને કહ્યુ કે, "કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, તારી સીટી વગાડી નાખવી છે." 

રાજકોટ: લાખો દુઃખ અને પીડા વેઠી માતાપિતા પોતાના સંતાનોને ઉછેરતા હોઈ છે. પરંતુ હાલ અનેક એવા બનાવ સામે આવે છે જેમાં સંતાનો જ માતાપિતાને પરેશાન કરતા હોય છે. આ જ કારણે દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમો (Old age homes)ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યા છે.  રાજકોટ શહેર (Rajkot city)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે પિતા (father)એ પોતાના પુત્ર (son)ને નામ આપ્યું, ઓળખ આપી તે જ પુત્રએ પોતાના પિતાને કહ્યુ કે, "કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, તારી સીટી વગાડી નાખવી છે."

પ્રાપ્ત માહિતી અનુસાર ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતા રમેશભાઇ મેઘજીભાઈ રાઠોડ નામના 62 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, "હું મારી પત્ની ઇલા, નાનો પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજા સાથે એક ઘરમાં સાથે રહીએ છીએ. મારા મકાનના આગળના ભાગમાં ખોડીયાર કોલ્ડડ્રિંક્સ નામની દુકાન છે, ત્યાં બેસીને હું વેપાર કરું છું. મારો પુત્ર અને તેની પત્ની મકાનના ઉપરના માળે રહે છે. મારી પત્નીને છેલ્લા આઠ વર્ષથી કેન્સરની બીમારી છે. કોલ્ડડ્રિંક્સની દુકાનમાં ક્યારેક ભાવેશ અને તેની પત્ની પૂજા પણ બેસીને વેપાર કરે છે અને દુકાનમાંથી ગુજરાત ચલાવે છે."



સતત શારીરિક અને માનસિક યાતના

"મારા પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજાએ મારું મકાન અને મારી દુકાન લઈ લેવી હોવાથી બંને મને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપે છે, ભૂંડી ગાળો બોલે છે. ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી પણ આપે છે. ક્યારેક જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે."

આ પણ વાંચો:  રાજકોટ: કાલાવડ રોડ પર બુલેટ બાઇકમાં આગ લાગતા અફરાતફરી

પુત્ર-પુત્રવધૂએ ઢીકાપાટુનો માર માર્યો

"ગત 29મી જાન્યુઆરીના રોજ સવારે મારી પુત્રવધૂએ મને પકડી રાખ્યો હતો, જ્યારે મારા પુત્ર ભાવેશે મને ઢીકાપાટુનો મારમાર્યો હતો. મારા કપડાં પણ ફાડી નાખ્યા હતા. સમગ્ર બનાવની આસપાસના લોકોને જાણ થતા તેઓ એકઠા થઈ ગયા હતા અને પડોશમાં રહેતા મારા બહેન ઈન્દુબેન તેમજ બનેવી ધીરુભાઈએ મધ્યસ્થી કરતા મારા પુત્રએ મને છોડ્યો હતો. બીજી તરફ મને ઢોર માર માર્યા બાદ મારી પુત્રવધૂ પૂજાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી તેમજ અમને હેરાન કરવા માટે સખી વનસ્ટોપ સેન્ટર સિવિલ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા."

આ પણ વાંચો: બહુમાળી ચોકમાં એક્ટિવા અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ થયો
" isDesktop="true" id="1069345" >

'તારી સીટી વગાડી નાખવી છે'

"31મી જાન્યુઆરીના રોજ સવારના સમયે મારા પુત્ર ભાવશે મારી સાથે મારઝૂડ કરી હતી અને મને દુકાનની બહાર કાઢી નાખ્યો હતો. ભાવેશે મને કહ્યુ હતુ કે તારી સીટી વગાડી નાખવી છે. તેમજ કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, એવી ધમકી પણ આપી હતી. મારો પુત્ર ભાવેશ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે." આ સમગ્ર મામલે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Father, Rajkot police, ગુનો, પુત્ર, પોલીસ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन