રાજકોટ : 94 વર્ષના દાદા, 87 વર્ષના દાદીએ મરણમૂડીના 51-51 હજાર રૂપિયા કોરોના સામે લડવા દાનમાં આપ્યાં


Updated: April 24, 2020, 4:09 PM IST
રાજકોટ : 94 વર્ષના દાદા, 87 વર્ષના દાદીએ મરણમૂડીના 51-51 હજાર રૂપિયા કોરોના સામે લડવા દાનમાં આપ્યાં
51 હજારનો ચેક સ્વીકારતા કલેક્ટર રેમ્યા મોહન.

દાદા-દાદાની લાગ્યું કે રાષ્ટ્ર પર આવેલી આફતમાં તેમણે પણ કંઈક કરવું જોઈએ, આ વિચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા.

  • Share this:
રાજકોટ : વિશ્વ કોરોના વાયરસ (Coronavirus) રૂપી ખતરનાક બીમારી સામે લડી રહ્યું છે. આ આફતમાં ગુજરાત અને સમગ્ર દેશ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાઓ મુખ્યમંત્રી (CM Relief Fund) અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) ના આવા 94 વર્ષના લાલાભાઇ કાનાણી અને તેમના 87 પત્ની રૂપાઇબેન કાનાણીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડી (Saving)માંથી 1 લાખ 2 હજારનું અનુદાન (Donation) આપ્યું છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોનારૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કંઈક કરવું છે. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયા કોરોના વાયરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા.આ પણ વાંચો : કચ્છમાં લૉકડાઉન દરમિયાન મિરાજ તમાકુ ખાવા મામલે ઝઘડો, 22 વર્ષીય યુવકની હત્યા 

આંમ દાદા-દાદીએ 51-51 હજાર રૂપિયા મળીને કુલ 1 લાખ 2 હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા છે. લાલભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને 51-51 હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા.
First published: April 24, 2020, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading