Home /News /kutchh-saurastra /

રાજકોટ: હવે પિતા-પુત્રએ દેના બેંકને 6 કરોડનો લગાવ્યો ચૂનો

રાજકોટ: હવે પિતા-પુત્રએ દેના બેંકને 6 કરોડનો લગાવ્યો ચૂનો

પહેલા મામા ભાણેજ, ત્યારબાદ કાકા ભત્રીજા અને હવે કૌભાંડ સામે આવ્યુ છે બાપ બેટાનુ...

પહેલા મામા ભાણેજ, ત્યારબાદ કાકા ભત્રીજા અને હવે કૌભાંડ સામે આવ્યુ છે બાપ બેટાનુ...

  દેશના બેંકિગ ક્ષેત્ર સાથે જોડાયેલા એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. પહેલા મામા ભાણેજ, ત્યારબાદ કાકા ભત્રીજા અને હવે કૌભાંડ સામે આવ્યુ છે બાપ બેટાનુ. રાજકોટમા દૈના બેંક સાથે કેશ કેડ્રિટ લોન દ્વારા બિજુ કૌભાંડ આચરવામા આવ્યુ છે. જે બાબતે ક્રાઈમબ્રાંચે કૌભાંડ આચરનાર બાપ દિકરાની ધરપકડ કરી છે.

  એક સમય હતો જ્યારે પિતા તેના પુત્રોની સારી નરસાની શીખ આપતા હતા. પરંતુ હવે એ સમય આવ્યો છે જ્યારે ખુદ પિતા જ પુત્ર સાથે મળી કૌભાંડ આચરવા મંડયા છે. જી, હા કદાચ આ વાત આપના માનીયા મા નઈ આવે પરંતુ આ વાત સાચી પડી છે રાજકોટમા. રાજકોટમા પિતા પુત્ર એ મળી દેના બૈંક સાથે રૂ.6કરોડનુ કૌભાંડ આચર્યુ છે.

  કોને કહેવાઈ કેશ ક્રેડિટ લિમીટ
  બેંકો દ્વારા પોતાના કસ્ટમર ને આપવામા આવતી આ એક ધિરાણીની સુવિધા છે. જે અંતર્ગત જે તે પેઢી જો કેશ ક્રેડિટના માધ્યમથી ધિરાણ લેવા માંગતી હોઈ તેને સૌ પ્રથમ તો બેંકને એક અરજી કરવાની રહે છે. ત્યારબાદ બેંક જો પરવાનગી આપે તો એક અલગથી એકાઉન્ટ ખોલાવાનુ રહે છે. તો સાથો સાથ અરજદારે જેટલી રકમની જરૂર હોઈ તેટલી રકમની મિલ્કત મોર્ગેજ કરાવવાની રહે છે. જ્યારબાદ બેંક નક્કી કરે છે કે જે તે અરજદારને કેટલી રકમ આપવી.

  રાજકોટ ક્રાઈમ બ્રાંચ સબ પોલિસ ઈન્સપેકટર અતુલ સોનારાએ જણાવ્યું કે, મેસર્સ કોટેચા ઈન્ડસ્ટ્રીસ લી.ના ભાગીદારો દ્વારા દેના બૈંક પાસેથી કેશ ક્રેડિટ લોન મેળવવામા આવી હતી. કુલ 6 કરોડ રૂપિયાની લોન મેળવવામા આવી હતી. જે બાદ કંપનીના ભાગીદારોએ બેંકને સ્ટોકના ખોટા સ્ટેટમેન્ટ રજુ કરતા હતા.

  દેના બેંક સાથે આ પહેલા પણ છેતરપિંડી થઈ છે. પરંતુ તે બિજી બ્રાંચ હતી ત્યારે ભવિષ્યમા અન્ય છેતરપિંડીની ફરિયાદો સામે આવી શકે છે. હાલ આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

  રાજકોટ ક્રાઈમ બ્રાંચ સબ પોલિસ ઈન્સપેકટર અતુલ સોનારાએ વધુમાં જણાવ્યું કે, બેંક દ્વારા અનેક વખત રજુઆત કરાય હતી કે મેસર્સ કોટેચા પેઢીના ભાગીદારો બેંક દ્વારા લેણી નિકળનાર રકમ ભરી આપે. પંરતુ તેઓ નાણા ભરપાઈ કરતા નહોતા. છેલ્લી વાર તેમને માત્ર ચાર લાખ રૂપિયા જ ભરપાઈ કર્યા હતા.

  દેના બેંક સાથે થયેલ છેતરપિંડીનુ હજુ એક કોકડુ તો પોલિસે ઉકેલ્યુ નથી તેમા પણ હજુ એક આરોપી પકડવાનો બાકી છે. ત્યારે આ કેસમા પણ કોઈ બેંક અધિકારીની ભુમિકા સામે આવે છે કે કેમ તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે

  સ્ટોરી - અંકિત પોપટ
  Published by:kiran mehta
  First published:

  Tags: Dena bank, Father, Fraud, પુત્ર, રાજકોટ

  આગામી સમાચાર