રાજકોટ : ભાણેજના ત્રાસદાયક પ્રેમથી છૂટવા સગીર ફૂઈએ કર્યું અગ્નિ સ્નાન, પિતા પણ નથી હયાત

રાજકોટ : ભાણેજના ત્રાસદાયક પ્રેમથી છૂટવા સગીર ફૂઈએ કર્યું અગ્નિ સ્નાન, પિતા પણ નથી હયાત
પ્રતિકાત્મક તસવીર

રવજી અવારનવાર દારૂના નશામાં સગીરાના ઘરે જઈ તેણીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો ત્રાસ આપતો હતો.

  • Share this:
આપણા સભ્ય સમાજમાં ફરી એક વખત સંબંધોનું ચીરહરણ થયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરી એક વખત સંબંધોને શર્મસાર કરતો હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પરણિત ભત્રીજાના ત્રાસદાયી પ્રેમના કારણે 17 વર્ષીય (Aunt) ફૂઇએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવવાનો (Attempted Suicide) પ્રયાસ કર્યો છે.  પોલીસમાંથી (Rajkot Police) જાણવા મળતી વિગત મુજબ જામનગરના દરેડ ગામે લાલપર રોડ પર નદીના કાંઠે રહેતી જાનવી નામની 17 વર્ષીય સગીરાએ ( નામ બદલાવેલ છે ) 28 તારીખ ના રોજ સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘરે કેરોસીન છાંટીને શરીરે આગ ચાંપી દીધી હતી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલે પહોંચી હતી. ત્યારે પ્રાથમિક પૂછતાછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પીડિતાના પિતા હયાત નથી. જેના કારણે પીડિતા પોતાની બહેન તેમજ માતા સાથે મોટા બહેન અને બનેવી સાથે રહે છે.આ પણ વાંચો : રાજકોટ- અમદાવાદ હાઇવે પર ફિલ્મી દૃશ્યો! પોલીસે પીછો કરી 41 ગાંજા સાથે 2 શખ્સોને ઉપાડી લીધા

બનેવી લગધીરભાઇ ચૌહાણ ના ભાણેજ રવજી દેવા વીજાણીના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. જેની પત્ની હાલ રિસામણે બેઠી છે. ત્યારે રવજી છેલ્લા કેટલાય સમય થી સગીરાના એક તરફી પ્રેમ પડ્યો છે. રવજી અવારનવાર દારૂના નશામાં સગીરાના ઘરે જઈ તેણીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો ત્રાસ આપતો હતો.

ત્યારે પરણિત ભત્રીજાના એક તરફી ત્રાસદાયક પ્રેમથી કંટાળીને સગી ફોઈએ પોતાની જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે જામનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

ઉલ્લેખનીય છે કે આપણા સભ્ય સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રીને માત્ર પગરખું સમજીને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે જેના કારણે સ્ત્રી આત્મહત્યા સુધીનું પગલું ભરતાં અચકાતી નથી.
Published by:Jay Mishra
First published:March 02, 2021, 20:26 pm

ટૉપ ન્યૂઝ