રાજકોટમાં કલંકીત ઘટના : યુવાન નરાધમે 9મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું વારંવાર દુષ્કર્મ

રાજકોટમાં કલંકીત ઘટના : યુવાન નરાધમે 9મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું વારંવાર દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સંજયે 14 વર્ષીય પીડિતાને લલચાવી ફોસલાવી કોટડા સાંગાણીથી અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઈ ગયો હતો

  • Share this:
રાજકોટ : રાજ્યમાં મહિલા અને બાળકીઓ સુરક્ષીત હોવાના દાવા વચ્ચે વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લામાં વધુ એક સગીરાનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી પર 20 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 9ની સગીર વિદ્યાર્થીની પર ગોંડલ તાલુકાના મેસપરના સંજય મનસુખભાઈ ડાભી નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સંજયે 14 વર્ષીય પીડિતાને લલચાવી ફોસલાવી કોટડા સાંગાણીથી અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે પોતાની વાસના સંતોષવા અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.વિગતે ઘટનાનીવાત કરીએ તો, ગત 12 તારીખના રોજ સંજય કિશોરીને તેના ઘરેથી ભગાડી ગયો હતો અને ત્યારબાદ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા કોઈ કારણોસર આઠ નવ માસ પૂર્વે ગોંડલના મેસપર ગામે ગઈ હતી, ત્યારે દુષ્કર્મ ગુજારનાર સંજયના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ સમજાવીએ સગીરા સાથે સંબંધ વિકસાવ્યો હતો. ત્યારબાદ કિશોરીને લલચાવી ફોસલાવી કોટડાસાંગાણી સ્થિત તેના ઘરેથી ભગાડી જઇ આરોપીએ પોતાના હેવાનિયત ભરેલા મનસૂબા પુરા કર્યા હતા.

સમગ્ર મામલાની જાણ પીડિતાના પરિવારને થતાં પીડિતાનો પરિવાર પોલીસ સ્ટેશને દોડી ગયો હતો. ત્યારબાદ પીડિતાના પરિવારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376(2) મુજબ પોલીસ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ રાજકોટ શહેરમાં પણ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સાત વર્ષની માસૂમ દીકરી સાથે તેના જ ફુવા સમાન પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં સાત વર્ષની દીકરી છે જે ધોરણ બીજા માં અભ્યાસ કરે છે. તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ બપોરના સમયે હું મારી રિક્ષા લઈને મારા ગામે મારા મિત્રના ઘરે ગયો હતો અને રાત્રે તેમના જ ઘરે રોકાયો હતો. ત્યારે બીજા દિવસે સવારે મારા ઘરે પહોંચ્યો હતો. ત્યારે માતા અને બંને પરિણીત બહેન ઘરે હાજર હતી. પરંતુ ત્રણેયના ચહેરા ઉપર ઘેરી ચિંતા જણાતી હતી.

ત્યારબાદ મને જાણવા મળ્યું કે, મારી બહેનનો પતિ સુનિલ ૧૧ ફેબ્રુઆરીના રોજ સાંજે બે સંતાનો સાથે મારી પુત્રીને પણ બગીચામાં ફરવા લઈ ગયો હતો. જોકે 5:30 વાગ્યે બહેન ઘરે ગઈ ત્યારે બંને સંતાનો બહાર રમી રહ્યા હતા. પરંતુ તેનો પતિ સુનિલ રૂમની અંદર સાત વર્ષની તેની ભાણેજ સાથે રૂમમાં હતો. સુનિલ ની પત્ની એટલે કે મારી બહેન જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે તેણે જોયું કે સુનિલ માસુમ બાળકી સાથે વિકૃત અડપલા કરતો હતો. ત્યારે અચાનક પત્ની ઘરમાં આવી જતા ભયભીત થયેલો સુનિલ મારી બહેન પાસે માફી માગવા લાગ્યો હતો. તો સાથે જ સમગ્ર ઘટના અંગે કોઈને વાત નહીં કરવા પણ આજીજી કરવા લાગ્યો હતો. ત્યારે મારી બહેનને આ વાત માતાને કરતા ઉશ્કેરાયેલા સુનીલે શાક સમારવા ના ચાકુ ઉપાડીને પોતાની હાથની નસ કાપી નાખી હતી અને પાટો બાંધવા જાવ છું કહી ઘરેથી નાસી છૂટયો હતો.
Published by:kiran mehta
First published:February 16, 2021, 21:03 pm

ટૉપ ન્યૂઝ