રાજકોટ : બિલ્ડરે મહિલા ASIને ગાળો ભાંડી ઝપાઝપી કરી, રૂઆબ દેખાડવો હવે ભારે પડ્યો

રાજકોટ : બિલ્ડરે મહિલા ASIને ગાળો ભાંડી ઝપાઝપી કરી, રૂઆબ દેખાડવો હવે ભારે પડ્યો
મહિલા એએસઆઈ સાથે કરી ઝપાઝપી

આમ પોતાની પત્ની અને સાળા સામે પોલીસ સામે રુવાબ કરવો બિલ્ડરને ભારે પડયા હોવાનું સામે આવ્યું છે

  • Share this:
રાજકોટ : 'ઊલટા ચોર કોટવાલ કો ડાટે', આ પ્રકારની કહેવત ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. પત્ની અને સાળા સાથે ત્રિપલ સવારીમાં નીકળનાર બિલ્ડરે રોફ જમાવતા મહિલા એસ આઈ ને કહ્યું કે, તું કોણ દંડ લેવા વાળી નહીં ભરું થાય તે કરી લે.

રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ચાર મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે. 31મી જાન્યુઆરી સુધી રાજકોટ સહિત અમદાવાદ વડોદરા અને સુરત ચાર મહાનગરોમાં રાત્રીના દસ વાગ્યાથી લઇ સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. ત્યારે રાજકોટ શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે રાત્રી કર્ફ્યુ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રી કર્ફ્યુ ની અમલવારી કરાવતો હોય છે સાથોસાથ વાહન ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.આ પણ વાંચો - રાજકોટ : 'જન્મદિવસે હોટલમાં જમવાને બદલે પાર્સલ મંગાવવાનું કહેતા ઝગડો', પતિએ દવા ગટગટાવી લીધી

ત્યારે રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે ત્રિપલ સવારી બાઈકમાં માસ્ક વગર નીકળેલા રવિ રીબડીયા નામના વ્યક્તિને એ ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બિલ્ડર સામે દંડની કાર્યવાહી કરતાં બિલ્ડરે સહકાર આપવાના બદલે મહિલા એ.એસ.આઈ સાથે ઝપાઝપી કરી હતી. તો સાથે જ દંડ ભરવાનો ઇનકાર પણ કર્યો હતો. ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા બિલ્ડર રવિ પ્રવીણભાઈ રીબડીયા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ નો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ : 'કોરોનાના કારણે લોનના હપ્તા ચઢી ગયા', બે સંતાનોના પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

પ્રાપ્ત માહિતી અનુસાર એ ડિવિઝન પોલીસ નો સ્ટાફ મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ સમયે ત્રિપલ સવારી કરતાં બાઇકચાલકને અટકાવવામાં આવ્યો હતો. બાઈક ચાલકે માસ્ક ન પહેર્યું હોવાના કારણે પોલીસ દ્વારા તેને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. ત્યારે જોતજોતામાં બાઇકચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા એ.એસ.આઈ ને કહ્યું હતું કે, " તું કોણ મને દંડ આપવા વાળી, દંડ નહીં ભરું તારાથી થાય તે કરી લેજે " તેમ કહી મહિલા એ.એસ.આઇ સાથે ઝપાઝપી પણ કરી હતી. તેમજ સ્થળ પર હાજર રહેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઉગ્ર ભાષામાં બોલાચાલી કરતાં એ ડિવિઝન પોલીસ દ્વારા બાઈક ચાલક રવિ ની અટકાયત કરવામાં આવી હતી.

આમ પોતાની પત્ની અને સાળા સામે પોલીસ સામે રુવાબ કરવો બિલ્ડરને ભારે પડયા હોવાનું સામે આવ્યું છે.
Published by:kiran mehta
First published:February 01, 2021, 23:20 pm

ટૉપ ન્યૂઝ