રાજકોટ : સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયાને આડે હવે બસ એક વર્ષ પુર્ણ થવાને ગણતરીનો મહિનો જ બાકી બચ્યો છે. ત્યારે કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર અને નોકરી પર થયેલી અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે.
ત્યારે કોરોના મહામારીના કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડનાર વધુ એક વ્યક્તિએ ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ શહેરના આર.ટી.ઓ કચેરી પાસે આવેલા શિવ નગરમાં રહેતા રમેશ સામતભાઈ મકવાણા નામના કોળીએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -
રાજકોટમાં અનોખો કિસ્સો : 'હમને ઘર છોડા હૈ.....', પરિવારને તરછોડી સવારે પ્રેમિકા ભાગી, સાંજે પ્રેમિકાને છોડી પ્રેમી ભાગી ગયો
તો સાથે જ સમગ્ર બનાવની જાણ થતાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના એ.એસ.આઇ કક્ષાના અધિકારી હરેશભાઈ રત્નોતરે ઝેરી દવા પીનાર રમેશભાઈ મકવાણા નું નિવેદન પણ નોંધ્યું હતું. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશ મકવાણા ડ્રાઇવિંગ નો ધંધો કરતો હોવાનું ખૂલ્યું છે. તો સાથે જ સંતાનમાં તેને બે પુત્ર છે. Lockdown અગાઉ તેણે પરિવારનું આર્થિક ગુજરાત ચલાવવા માટે ફાઇનાન્સ કંપની ની મદદથી હપ્તે થી eicher ખરીદ કર્યું હતું. પરંતુ કોરોના મહામારી ના કારણે ધંધો સારી રીતે ન ચાલતાં તેના લોનના હપ્તા ચડી ગયા છે. ત્યારે આર્થિક આવતા તેને આપઘાત કરવાનું અંતિમ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો -
રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી શરૂ થયા બાદ અનેક લોકોના ધંધા રોજગારને મોટાપાયે માઠી અસર થયાનું જોવા મળી રહ્યું છે. તો સાથે જ લોકો આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કરતા હોવાનું પણ અત્યાર સુધીમાં અનેક વખત સામે આવી ચૂક્યું છે. ત્યારે ન્યુઝ એટ ઈન ગુજરાતી સતત પોતાના વાચકોને એક અપીલ પણ કરી રહ્યું છે કે આત્મહત્યા તે કોઈ પણ પ્રશ્નનો અંતિમ સમાધાન નથી.