રાજકોટ : 'મોબાઈલ ઓછું ધ્યાન આપી ઘરના કામમાં ધ્યાન આપ', માતાએ ઠપકો આપતા દીકરીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ : 'મોબાઈલ ઓછું ધ્યાન આપી ઘરના કામમાં ધ્યાન આપ', માતાએ ઠપકો આપતા દીકરીનો આપઘાતનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

20 વર્ષીય યુવતીએ તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો

  • Share this:
રાજકોટ : શહેરમાં આત્મહત્યાનાં તેમજ આત્મહત્યાના પ્રયાસોમાં દિવસે અને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાબતોમાં લોકો આપઘાત તેમજ આપઘાતના પ્રયાસો કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

ત્યારે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં  રહેતી 20 વર્ષીય યુવતીએ તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો છે.સમગ્ર બનાવ અંગે પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ યુવતી રાત્રીના 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે પંખામાં દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરીએ ગળાફાંસો ખાઇ લીધા ને જાણ થતાં જ પરિવારે તેને નીચે ઉતારી હતી. તો સાથે જ બેભાન હાલતમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજકોટ : '... આજ હું કા તું નહીં', પત્નીની નજર સામે સાળાઓએ પતિનું ઢીમ ઢાળી દીધું, 'બહેનનો માળો વિખેર્યો'

સમગ્ર મામલાની જાણ સિવિલ ચોકીથી બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. ત્યારે બી ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ નો કાફલો તાત્કાલીક અસરથી શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યાર બાદ આપઘાત કરનાર દીકરી અને તેના પરિવારજનો ના નિવદેન પણ નોંધ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : 'કામ બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું', ત્રણ સંતાનોના પિતાએ કર્યો આપઘાત

પ્રાથમિક પૂછતાછમાં મિતલ તેના માતા પિતાનું બીજા નંબર નું સંતાન હોવાનું સામે આવ્યું છે. મિતલ એક ભાઈ અને બે બહેન માં વચેટ ની હોવાનું સામે આવ્યું છે. ત્યારે મિતલ ફોનમાં વધારે ધ્યાન દેતી હોવાથી માતા સંગીતાબહેન તેને ઠપકો આપ્યો હતો. મિત્તલ ને તેની માતાએ કહ્યું હતું કે ફોનમાં ધ્યાન દેવાને બદલે તો ઘરકામ માં વધુ ધ્યાન આપ. ત્યારે માતાએ ઠપકો આપતા મિત્તલને લાગી આવતા તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં આપઘાતના ચાર જેટલા બનાવો સામે આવી ચૂક્યા છે. જે આપઘાતના બનાવમાં ત્રણ યુવાન અને એક વૃદ્ધે પોતાની જિંદગી ટૂંકાવી છે.
Published by:kiran mehta
First published:February 10, 2021, 19:45 pm

ટૉપ ન્યૂઝ