Home /News /kutchh-saurastra /

રાજકોટ : મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન 15 ગણા ભાવે વેંચનારા 14ની ધરપકડ, 40થી 70 હજારના પગારદાર પણ સંડોવાયેલા

રાજકોટ : મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન 15 ગણા ભાવે વેંચનારા 14ની ધરપકડ, 40થી 70 હજારના પગારદાર પણ સંડોવાયેલા

મ્યુકોરમાયકોસિસના ઈન્જેક્શન ચોરી કરનાર અને વેચનાર ઝડપાયા

પોલીસે ઝડપી પાડ઼ેલા મોટા ભાગના આરોપીઓ મેડિકલ સેવા સાથે જોડાયેલા છે. તો કેટલાંક ઓરોપીઓનો પગાર તો હજારોની સંખ્યામા છે.

રાજકોટ : સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મ્યુકરમાઈકોસીસ નામના રોગની સારવાર અર્થે વાપરવામા આવતા ઈન્જેકશનના કાળા બજારી કરનારા 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે એક બે નહી પરંતુ મ્યુકરમાઈકોસીસ માટે વાપરવામા આવતા 101 જેટલા ઈન્જેકશન પણ કબ્જે કર્યા છે. ત્યારે પોલીસે ઝડપી પાડ઼ેલા મોટા ભાગના આરોપીઓ મેડિકલ સેવા સાથે જોડાયેલા છે. તો કેટલાંક ઓરોપીઓનો પગાર તો હજારોની સંખ્યામા છે.

કોરોના મહામારી બાદ હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમા મ્યુકરમાઈકોસીસ નામની મહામારીએ ભરડો લીધો છે. ગુજરાત મ્યુકરમાઈકોસીસ નામના રોગને મહામારી તરીકે જાહેર કરનાર દેશનુ પાંચમુ રાજ્ય છે. બિજી તરફ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમા હાલ મ્યુકરમાઈકોસીસના 600 જેટલા દર્દીઓ દાખલ છે. જ્યારે કે ખાનગી હોસ્પિટલોમા દાખલ દર્દીઓની સંખ્યા ગણવામા આવે તો કુલ આંક 1000 ને પાર પહોંચે તેમ છે. ત્યારે હાલ લોકોની આજ મજબુરીનો ફાયદો ઉઠાવવા કેટલાંક લેભાગુ તત્વો સક્રિય બન્યા છે. ત્યારે આવા લેભાગુ તત્વોને બેનકાબ કર્યા છે રાજકોટ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા.

કાળાબજારીના કારાસ્તાનની વાત કરવામા આવે તો, કાળાબજારીના કારાસ્તાનની શરુઆત અંકલેશ્વર ની LYKA LABS LIMITED માંથી થઈ હોવાનુ સામે આવ્યુ છે. આ એજ કંપની છે જ્યાંથી LIPOSOMAL APHOTERICIN - B નામના ઈન્જેકશન અને તેના રો મટીરીયલ તરીકે ઉપયોગમા લેવામા આવતા સ્ટીકર, પેકીંગ મટીરીયલની ચોરી કરવામા આવી હતી. ઈન્જેકશન અને રો મટીરીયલની ચોરીમા.

આ પણ વાંચો - અમદાવાદ : પરિણીતાએ પતિ અને જેઠાણીને એક પલંગ પર કઢંગી હાલતમાં રંગેહાથ પકડ્યા, પતિએ માર મારતા નોંધાઈ ફરિયાદ

LYKA LABS LIMITED માં કામ કરતા શુભમ રામપ્રસાદ તિવારી અને વિશ્વાસ રાયસીંગ પાવરાએ અંજામ આપ્યો હતો. કંપનીમા શુભમ તિવારી સ્ટોર ઈન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો. જ્યારે કે વિશ્વાસ રાયસીંગ પાવરા પ્રોડકશન વિભાગમા જુનીયર એક્ઝીકયુટીવ તરીકે નોકરી હતો.

સમગ્ર ઘટના અંગે વાત કરવામા આવે તો, આ ઈન્જેકશનની કાળાબજારીનો મુખ્ય સુત્રધાર હાર્દિક મુકેશભાઈ વડાલીયા હોવાનુ સામે આવ્યુ છે. હાર્દિક અંકલેશ્વર ખાતે આવેલી જે બિ કેમિકલ્સમા કામ કરતો હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર કૌભાંડની શરુઆત હાર્દિક અને તેની સાથે નોકરી કરતા મિત્ર અભિષેકથી થવા પામી હતી. અભિષેકેે તેના રુમ પાર્ટનર તરીકે રહેતા અને LYKA LABS LIMITED માં કામ કરતા શુભમ રામપ્રસાદ તિવારી અને વિશ્વાસ રાયસીંગ પાવરા પાસેથી ઈન્જેકશન મેળવ્યાનુ પોલીસ તપાસમા ખુલવા પામ્યુ છે.

આ પણ વાંચો - અમદાવાદ : દર્દીની કરૂણ સુસાઈડ નોટ, 'મને મ્યુકોરમાયકોસિસ થયો છે, હું સ્વેચ્છાએ દેહ ત્યાગ કરૂ છુ, બધાને જય શ્રી કૃષ્ણ'

સમગ્ર કૌભાંડમા જેતપુરમા જનતા ડ્રગ્સ હાઉસ નામની એજન્સી ધરાવતા હિરેન રામાણીએ અંકલેશ્વર ખાતે કેમીકલ કંપનીમા કામ કરતા મિત્ર હાર્દિક પાસેથી 12 નંગ ઈન્જેક્શન રુપિયા 6500મા કુરીયર ખાતે મેળવ્યા હતા. જે ઈન્જેક્શન 1350 રુપિયા વધુ લઈ સાગરભાઈ નામના વ્યકિતને 7850મા વહેચ્યા હતા.

ઈન્જેકશન કૌભાંડમા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુલ 14 જેટલા આરોપીઓને ઝડપી પાડવામા આવ્યા છે. જે પૈકી

મેહુલ કટેશીયા પાસેથી 2 ઈન્જેકશન
ગોપાલ વંસ પાસેથી 4 ઈન્જેકશન
અશોક કાગડીયા પાસેથી 5 ઈન્જેકશન
નિકુંજ ઠાકર પાસેથી 9 ઈન્જેકશન
વત્સલ બારડ પાસેથી 8 ઈન્જેકશન
યશ ચાવડા પાસેથી 3 ઈન્જેકશન
સાગર કિયાડા પાસેથી 12 ઈન્જેકશન
હિરેન રામાણી પાસેથી 17 ઈન્જેકશન

હાર્દિક વડાલિયા પાસેથી 30 તથા 11 ઈન્જેકશનના સ્ટીકર લેબર વગરના તથા પેકીંગ તેમજ સ્ટીકરને લગતો સામાન કબ્જે કરવામા આવ્યો છે.

ઈન્જેકશન કાળાબજારીના કૌભાંડમા રાજકોટ શહેરની જલારામ હોસ્પિટલમા ઓટી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતો અશોક નારણભાઈ કાગડીયા, ક્રિષ્ના કોવીડ હોસ્પિટલમા નર્સીંગ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતો નિકુંજ જગદીશભાઈ ઠાકર, જલારામ હોસ્પિટલમા બે મહિનાથી આઈસીયુ મા મેડિકલ હોસ્પિટલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર વત્સલ બારડ, ક્રિષ્ના કોવીડ હોસ્પિટલમા મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર યશ દિલિપકુમાર ચાવડા, ક્રિષ્ના કોવીડ હોસ્પિટલમા મેનેજમેન્ટનુ કામ કરતા ઉત્સવ નિમાવત સહિતનાઓ સામેલ છે.

ત્યારે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરીપોઓને ઝડપી પાડી ઓપરેશન કાળાબજારીને પુર્ણ કરવામા આવ્યુ છે. જો કે જે કંપનીમા આ ઈન્જેકશન બનતા હતા તે કંપનીના સતાધિશોને જાણ પણ નહોતી કે તેમની કંપીનના માણસો આ પ્રકારે કાળાબજારનુ કારાસ્તાન ચલાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા કંપનીના સતાધિશો ઈન્જેકશન અને રો મટીરીયલની ચોરી મામલે કોઈ ફરીયાદ નોંધાવશે કે કેમ તે જોવુ રહ્યુ.
Published by:kiran mehta
First published:

Tags: Rajkot SOG, Surat news, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन