રાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

રાજકોટ : પુત્રની અણધારી વિદાય, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી
અજયના દિવાળી પછી લગ્ન હતા, પીઠી ના મધુર ગીત ગવાતા હોય છે. પરંતુ અજયને જ્યારે તેની બહેને પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી.

અજયના દિવાળી પછી લગ્ન હતા, પીઠી ના મધુર ગીત ગવાતા હોય છે. પરંતુ અજયને જ્યારે તેની બહેને પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી.

  • Share this:
રાજકોટ : કોરોના કાળમાં અનેક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોંડલમાં હાથમાં મીંઢોળ બાંધી બહેન દ્વારા પીઠી ચોળવામાં આવી અને ત્યારબાદ પિતા દ્વારા વરરાજાની જેમ તૈયાર કરી મૃતક પુત્રની અંતિમયાત્રા કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના શ્રીરામ બિલ્ડર્સ વાળા મનસુખભાઇ ચૌહાણના એકના એક પુત્રને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ નિપજયાની ઘટના સામે આવી છે. વિધિની વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. ચૌહાણ પરિવાર દ્વારા લગ્નની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હતી. પરંતુ કુદરત ને જાણે કંઈક ઔર જ મંજૂર હોય તેમ અજયને નાની ઉંમરમાં પોતાની પાસે બોલાવી લીધો છે.



ત્યારે પરિવારની ઇચ્છા મુજબ અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરી તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સામાન્યતઃ બહેન સહિતની સ્ત્રીઓ જ્યારે વરરાજાને પીઠી ચોળતી હોય ત્યારે પીઠી ના મધુર ગીત ગવાતા હોય છે. પરંતુ અજયને જ્યારે તેની બહેન પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી રહી હતી.

પિતા મનસુખભાઈ ની ઈચ્છા પ્રમાણે બ્રાહ્મણોને બોલાવી અજયને સ્નાન કરાવી વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. હાથમાં મીંઢળ બાંધી બહેને પીઠી ચોડી ફૂલનો હાર પહેરાવ્યો હતો. તો સાથે જ અત્તર છાંટીને એકદમ રાજાની માફક મૃતક અજયને તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.

પરિવાર દ્વારા અંતિમ યાત્રા માટે ના રથ ને પણ ફૂલોથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ અજય ચૌહાણ તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો. અજયના લગ્ન માંડણકુંડલા ગામે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનભાઈ મોરી ની પુત્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

અજયના પિતાની ઇચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી લગ્ન દિવાળી પછી કરવા તે બાબત પર બન્ને વેવાઈ પણ સહમત થયા હતા. પરંતુ ઈશ્વર ને કંઈક ઓર જ મંજૂર હોય તે પ્રમાણે અજય સંસારમાંથી અણધારી વિદાય લેતા બંને પરિવારો આઘાતમાં સરી પડ્યા છે.
Published by:kiran mehta
First published:June 08, 2021, 20:05 pm

ટૉપ ન્યૂઝ