રાજકોટ: આઠ વર્ષ પહેલા સગર્ભા પત્નીની સર્વિસ રિવોલ્વર થી ગોળી મારી હત્યા નિપજાવનાર પીએસઆઇ પતિને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. જ્યારે કે મૃતક પરિણીતાના સસરા જેઠ તેમજ નણંદનો નિર્દોષ છુટકારો થયો છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરેનસિંહ નામના પીએસઆઇએ પોતાની સગર્ભા પત્ની ની હત્યા પોતાની જ સર્વિસ રિવોલ્વર દ્વારા કરી હતી. સમગ્ર મામલે મૃતકના ભાઈ ભગવતસિંહ વાળાએ 23 જાન્યુઆરી 2013 ના રોજ પોતાની બહેનની હત્યા થઇ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં કરી હતી.
આઠ વર્ષ પૂર્વે મૃતકના ભાઈએ ફરિયાદમાં પતિ હિરેન સિંહ, સસરા પરબતસિંહ, નણંદ મીતાબેન અને જેઠ વિજયસિંહ મૃતક આ અંગે ચારિત્ર્યની શંકા કરી તેને ત્રાસ આપતા હોય તેવું જણાવ્યું હતું. જેના કારણે મૃતક રસીલાબેન પોતાના પિયરમાં જતાં રહ્યા હતા. બાદમાં સમાધાન થતા તેઓ પોતાના પતિ હિરેનસિંહ સાથે પોલીસ કોર્ટમાં રહેતા હતા.
પરંતુ ફરી એક વખત રસીલાબેન ના ઉપર શંકા-કુશંકા કરવાનું આરોપીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હિરેન સી નોકરી પૂરી કરી પોલીસ કોર્ટમાં આવ્યો હતો ત્યારબાદ તેને રસીલાબેન ને માર માર્યો હતો. તેમજ પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી પોતાની જ પત્નીની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા જે તે સમયે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ ચાર્જશીટ દાખલ થતા સેશન કોર્ટમાં કેસની કાર્યવાહી પણ ચાલી હતી.
ત્યારે ફરિયાદી પક્ષ માટે રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ સરકારી વકીલ તરીકે ચેતનાબેન કાછડીયાની પણ નિમણૂક કરવામાં આવી હતી. આમ, હત્યાની ઘટના ઘટયાના આઠ વર્ષ બાદ મૃતકના પરિવારજનોને નામદાર કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આરોપીને કોર્ટ દ્વારા કડકમાં કડક સજા ફટકારવામાં આવી છે. જો કે મૃતકના પરિવારને આઠ વર્ષ અન્યાય મળતાં આપણી કાનૂની પ્રક્રિયા કેટલી લાંબી ચાલી શકે છે તેનું પણ એક ઉદાહરણ સામે આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર