રાજકોટમાં પરિણીતાની આપવીતી : 'પતિએ દારૂ ઢીંચી પેટમાં ચાર પાટા ઝીંકી લાફાવાળી કરી અને...'

રાજકોટમાં પરિણીતાની આપવીતી :  'પતિએ દારૂ ઢીંચી પેટમાં ચાર પાટા ઝીંકી લાફાવાળી કરી અને...'
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના દસ દિવસ બાદ જ મારા સસરાએ કહ્યું હતું કે તારો બાપ ભિખારી છે.

  • Share this:
રાજકોટ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના દસ દિવસ બાદ જ મારા સસરાએ કહ્યું હતું કે તારો બાપ ભિખારી છે. જ્યારે કે મારા પતિએ મારા પેટમાં પાટા મારી મોઢા પર લાફા પણ ઝીંક્યા હતા.

રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતી કામિની નામની ( નામ બદલાવેલ છે ) મહિલાએ પોતાના સાસુ-સસરા પતિ તેમજ નણંદ વિરૂધ્ધ આઈપીસીની કલમ 498, 323, 504, 506 (2 ) હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે લગ્નના દસ દિવસ બાદ જ મારા સાસરિયા પક્ષના લોકો દ્વારા મને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. લગ્નના દસ દિવસ બાદ મારા સસરા એ મને કહ્યું હતું કે તારો બાપ ભિખારી છે. તો સાથે જ મારા પતિએ પેટમાં ચાર જેટલા પાટા મારી મને મોઢા પર લાફા ઝીંકી દીધા હતા.લગ્ન બાદ મારા સાસુ વિભાબેન પતિ ભાર્ગવ તેમજ સસરા જનાર્દનભાઇ અને નણંદ રુચિકા જોશી સાથે મળીને મારી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા હતા. લગ્નના દસ દિવસ બાદ જ મારા સાસુ મને રસોઈ બાબતે ટોક્યા કરતા હતા મેણા ટોણા મારતા હતા. તો સાથે જ મારા સસરા મને અપશબ્દો બોલતા હતા.

આ પણ વાંચો - રાજકોટ : ધોરણ 10ના વિદ્યાર્થીએ પકડી અનંતની વાટ, પિતાનો કલ્પાંત - 'બસ એટલું કહ્યું, કાલે તારે સ્કૂલે જવાનું છે'

શારિરીક માનસિક ત્રાસ ગુજારતાં આ સમયે મારા સાસુ-સસરા મને મેણા ટોણા મારી સંભળાવતા હતા કે, તારા બાપ માનતો એટલી પણ ત્રેવડ નથી કે લગ્ન સમયે દીકરી ને કરિયાવર માં પલંગ પણ આપે. મારા સાસરિયા પક્ષના લોકો મારા પિયર ના સભ્યો ઉપર હર હંમેશ પોતાની અમીરીનો રોફ જમાવતા હતા. એક દિવસ અમારા ઘરે મારા નણંદની ફ્રેન્ડ તેના બહેનના લગ્નમાં આવી હતી. તે સમયે પણ મારા પતિએ નજીવી બાબતે મારી સાથે ઝઘડો કરી મારા પેટમાં ચાર જેટલા પાટા ઝીંકી દીધા હતા તો સાથે જ લાફાવાડી પણ કરી હતી.

મારા પતિ દારૂ પિવાની ટેવવાળા છે. જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે પણ મારા પતિએ દારૂના નશામાં મારી સાથે મારકૂટ કરી હતી. મારા પતિ મને દવા લેવા પણ જવાન નહોતા દેતા. જ્યારે આ બાબતની ફરિયાદ મેં મારા સાસુ ને કરી ત્યારે તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.

આ પણ વાંચોરાજકોટ : 24 કલાકમાં બે યુવતીઓના આપઘાતથી ચકચાર, થયો ખૂલાસો - શા માટે કર્યો આપઘાત?

ઉલ્લેખનીય છે કે આપણા સભ્ય સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે પરંતુ આજે પણ સ્ત્રીઓ પર પોતાના સાસરિયા પક્ષના લોકો તેમજ પોતાના જ પરિજનો તેના પર અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યા છે.
Published by:kiran mehta
First published:February 06, 2021, 21:28 pm

ટૉપ ન્યૂઝ