રાજકોટ: 'મારે આને મારી નાખવો છે, પોલીસ મારૂ કઈં નહીં બગાડી લે', જેઠાણી સાથે આડાસંબંધમાં પિતા હેવાન બન્યો!

રાજકોટ: 'મારે આને મારી નાખવો છે, પોલીસ મારૂ કઈં નહીં બગાડી લે', જેઠાણી સાથે આડાસંબંધમાં પિતા હેવાન બન્યો!
પિતાએ પત્મની અને દીકરાને માર માર્યો

પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, પતિ પ્રવીણ ઝાલા તેમજ જેઠાણી ઝઘડો કરી પાઇપ વડે મારમારી તેને વાડમાં નાંખી દીધી હતી

  • Share this:
રાજકોટ : શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પોતાના જ મોટા ભાઇની પત્ની સાથે લગ્નેતર સંબંધ ધરાવતાં પતિએ પોતાના જ માસૂમ પુત્રને તેમજ તેની પત્નીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પતિએ પત્નીને જણાવ્યું હતું કે, મારે આને મારી નાખવો છે પોલીસ મારુ કંઈ બગાડી નહીં લ્યે

રાજકોટ શહેર આમ તો રંગીલુ શહેર તરીકે ઓળખાય છે. પરંતુ દિવસે અને દિવસે રાજકોટ શહેરમાં ગુનાખોરીના બનાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યા હોવાનુ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનાજ પતી અને જેઠાણીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.આ પણ વાંચોરાજકોટ : 'મોબાઈલ ઓછું ધ્યાન આપી ઘરના કામમાં ધ્યાન આપ', માતાએ ઠપકો આપતા દીકરીનો આપઘાતનો પ્રયાસ

સમગ્ર મામલે પોલીસ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર નવા ગામની પરિણીતાએ પોતાના જ પતિ તેમજ જેઠાણી વિરુદ્ધ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, પતિ પ્રવીણ ઝાલા તેમજ જેઠાણી ઝઘડો કરી પાઇપ વડે મારમારી તેને વાડમાં નાંખી દીધી હતી. સમગ્ર મામલે દેકારો થતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારે એકઠા થયેલા લોકોએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. સમગ્ર મામલાની જાણ જ્યારે મેં મારી માતા રાણી બેન ને કરી ત્યારે તેઓ તાત્કાલિક અસરથી ઘર પાસે આવી પહોંચ્યા હતા. તેમજ સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ પણ વાંચોરાજકોટ : '... આજ હું કા તું નહીં', પત્નીની નજર સામે સાળાઓએ પતિનું ઢીમ ઢાળી દીધું, 'બહેનનો માળો વિખેર્યો

સમગ્ર બનાવની જાણ સિવિલ ચોકીથી કુવાડવા પોલીસને કરવામાં આવતા કુવાડવા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારી ઓને પીડિત પરિણીતાએ જણાવ્યું હતું કે, 'મારા લગ્નને સાત વર્ષ થયાં છે સંતાનમાં મારે પાંચ વર્ષનો પુત્ર છે. છેલ્લા ઘણા સમયથી મારા પતિ તેમજ મારા જેઠાણીને આડા સંબંધો છે. જે બાબતનો મેં ઘણી વખત વિરોધ પણ કર્યો છે. હાલ મારા પતિ મજૂરી કામ કરે છે. મારા પતિએ મારા પાંચ વર્ષના પુત્રને માર માર્યો હતો. ત્યારે મે મારા પતિને મેં મારા પુત્રને માર ન મારવા જણાવ્યું હતું. ત્યારે મારા પતિએ ઉશ્કેરાઈ જઈ જણાવ્યું હતું કે, 'મારે આને મારી નાખવો છે પોલીસ મારૂ કંઇ પણ બગાડી નહીં લ્યે'. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હેતલ બેનનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:February 10, 2021, 20:44 pm

ટૉપ ન્યૂઝ