રાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

રાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો
વિદેશી દારૂ ઝડપાયો

પૂછપરછમાં ઇન્દ્રજીતસિંહે કબુલ્યું હતું કે, મહારાષ્ટ્ર પાસીંગની ગાડી લઇને આવેલો શખ્સ લીમડા ચોકમાં જથ્થો આપી ગયો હતો.

  • Share this:
રાજકોટ : રાજ્યમાં દારૂબંધી હોવા છતા રોજે-રોજ દારી ઝડપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા તથા દારી સંતાડવા અનેક પેતરા અજમાવતા હોય છે. પરપંતુ, પાપ છાપરે ચઢી પોકારે તેમ પોલીસની પકડમાં આખરે આવી જાય છે. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જેમાં બુટલેગરે દારી સંતાડવા અનોખો રસ્તો અપનાવ્યો પરંતુ પોલીસે તેને શોધી કાઢી જેલ ભેગો કરી દીધો છે.

શહેરના કાલાવડ રોડ પર રૂડા-૧ ની અંદર ગાર્ડન સામે હરદેવસિંહ ચુડાસમાના મકાનમાં ભાડેથી રહેતાં અને છુટક કામ કરતાં ઇન્દ્રજીતસિંહ જટુભા રાણાએ મોટા મવા સ્મશાન નજીક મંદિર પાસે આવેલા અને વર્ષોથી બંધ પડેલા ખંઢેર જેવા મકાનમાં વિદેશી સ્કોચ દારૂની બોટલોનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે રૂ. ૮૨૫૦૦ની ૫૯ બોટલો સાથે તેને પકડી લીધો હતો.આ પણ વાંચો - રાજકોટ : કુટુંબીના અંતિમ ક્રિયામાં જતા દંપતીનો અકસ્માતનો Live video, મહિલાનું મોઢું છુંદાયું

આ શખ્સના કબ્જામાંથી હન્ડ્રેડ પાઇપર્સ ની ૭ બોટલ, બ્લેક એન્ડ વ્હાઇટની ૧૧ બોટલ, ટીચર્સ બ્રાન્ડ વ્હીસ્કીની ૧૧ બોટલ, વેટ ૬૯ની ૧૦ બોટલ, બ્લેક ડોગ રિઝર્વની ૨૦ બોટલ મળી કુલ ૫૯ જેટલી બોટલો કબ્જે લીધી હતી.

આ પણ વાંચો - રાજકોટ : જવાનીના જોશમાં મિત્રની પ્રેમ નૈયા પાર કરાવવા કર્યો ગુનો, ઘડપણમાં સજા ભોગવવાનો આવ્યો વારો

પોલીસની પૂછપરછમાં ઇન્દ્રજીતસિંહે કબુલ્યું હતું કે, મહારાષ્ટ્ર પાસીંગની ગાડી લઇને આવેલો શખ્સ લીમડા ચોકમાં જથ્થો આપી ગયો હતો. આ જથ્થો તેણે રેઢા ખંઢેર જેવા વર્ષોથી બંધ પડેલા મકાનમાં ઉતાર્યો હતો. પોલીસે એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ડી. ઝાલા અને ચેતનસિંહ આર. ગોહિલની બાતમી પરથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઇ હતી.

આ પણ વાંચો - વલસાડ : પત્નીથી કંટાળેલા પતિએ આપઘાત પહેલા Video બનાવ્યો, જુઓ - રડતી આંખે જણાવી દર્દભરી કહાની

મહત્વનું છે કે, પોલીસથી બચવા બુટલેગરો અલગ-અલગ કિમીયાઓ અપનાવતા હોય છે, પરંતુ પોલીસની સષ્ક્રિયતાને કારણે આવા બુટલેગરોના કીમિયા નાકામ થઈ જતા હોય છે, ત્યારે હવે બુટલેગરો ઘરને બદલે ખંઢેર મકાનમાંથી અથવા ખુલ્લી જગ્યામાં પણ દારૂનો જથ્થો ઉતારી રહ્યા છે જેને પણ પોલીસ શોધી કાઢ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ બુટલેગરે દારૂનો જથ્થો કોની પાસે મંગાવ્યા છે અને અગાઉ પણ દારૂનો જથ્થો મંગાવેલો છે કે કેમ તેની પણ પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:March 09, 2021, 16:15 pm

ટૉપ ન્યૂઝ