Home /News /kutchh-saurastra /

રાજકોટ: જેતલસેરમાં પ્રેમીએ ભરબપોરે ખેલ્યો ખૂની ખેલ, યુવતીને છરીના 28 ઘા મારી ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી

રાજકોટ: જેતલસેરમાં પ્રેમીએ ભરબપોરે ખેલ્યો ખૂની ખેલ, યુવતીને છરીના 28 ઘા મારી ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી

જેતપુર હત્યા મામલો

યુવતી શ્રુષ્ટિ મૃત્યુ પામી છતાં તેણે તેના પેટ ના ભાગે 4 જેટલા છરીના ઘા માર્યા હતા, ઝનૂની જયેશ સરવૈયાએ યુવતીને ઝનૂનમાંને ઝનૂનમાં 28 જેટલા છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી

    મુનાફ બકાલી, રાજકોટ : જેતપુરના એક ગામમાં એક ધરાર પ્રેમીએ એક યુવતીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. નાના એવા જેતલસર ગામમાં ભર બપોરે બનેલા ખૂની ખેલને લઈને ગામમાં સન્નાટો છવાય ગયો છે અને જેતપુર તાલુકા પોલીસ આરોપીને પકડવા માટે લાગી ચુકી છે.

    તમને જણાવની દઈએ કે, આ ઘટના છે જેતપુર તાલુકાના એક ગામની. ગામના પરા વિસ્તારમાં ભર બપોરે 4 વાગ્યાની આસપાસમાં એક ઘરે ખૂની ખેલ ખેલાઈ ગયો, જેમાં પરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની ઘરે એક ખૂની ખેલ ખેલાયો, ભર બપોરે એક યુવક આવે છે અને કિશોરભાઈની પુત્રી શ્રુષ્ટિ ને બેફામ પણે છરી ના ઘા મારી ને રહેંસી નાખે છે.

    આ પણ વાંચોરાજકોટ : આઠ વર્ષની દીકરીએ ખાધો ગળાફાંસો, 'મમ્મીના પ્રેમીના મેસેજ વાંચી ડરી ગઈ દીકરી', જાણો - પુરી કહાની

    વિગતે ઘટનાની વાત કરીએ તો, જેતપુરના એક ગામમાં રહેતા કિશોરભાઈ અને તેની પત્ની બંને ખેતી કામ માટે ખેતરે હતા અને ઘરે તેની પુત્રી શ્રુષ્ટિ અને તેનો ભાઈ હર્ષ બંને ઘરે હતા ત્યારે યુવતી શ્રુષ્ટિનો ધરાર પ્રેમી એવો જયેશ સરવૈયા નામનો યુવક તેના ઘરે આવ્યો અને શ્રુષ્ટિને તેની સાથે આવવા માટે કહ્યું ત્યારે યુવતી શ્રુષ્ટિએ અને તેના ભાઈ એ આ બાબતનો વિરોધ કરતા જયેશ સરવૈયા ઉશ્કેરાઈ ગયો અને પ્રથમ તો યુવતીના ભાઈ હર્ષ પર છરીથી હુમલો કરી ઘાયલ કર્યો. હુમલાથી ગભરાઈ લઈ યુવતીનો ભાઈ હર્ષ ત્યાંથી ભાગ્યો અને ઘરમાં યુવતી એકલી હતી ત્યારે જનુનમાં આવેલ જયેશ છરી લઇને યુવતી ઉપર તૂટી પડ્યો અને જ્યાં મળે ત્યાં આડેધડ છરી ના ઘા મારવા લાગ્યો.

    આ પણ વાંચોરાજકોટ : ચાર લુખ્ખાતત્વો હથિયારો લઈ પિતા-પુત્ર પર તૂટી પડ્યા, જુઓ મારા મારીનો LIVE Video

    જયેશ ઉપર એટલું જનુન ચઢી ગયું હતું કે, તેણે યુવતીને પીઠમાં 13 જેટલા છરીના ઘા માર્યા પછી છાતીના ભાગે 11 જેટલા છરીના ઘા મર્યા, આમ છતાં પણ ઝનૂન ઓછું ન થતા જયારે યુવતી શ્રુષ્ટિ મૃત્યુ પામી છતાં તેણે તેના પેટ ના ભાગે 4 જેટલા છરીના ઘા માર્યા હતા, ઝનૂની જયેશ સરવૈયાએ યુવતીને ઝનૂનમાંને ઝનૂનમાં 28 જેટલા છરી ના ઘા મારી ને મોટ ને ઘાટ ઉતારી દીધી હતી.

    મળતી માહિતી મુજબ જયેશ સરવૈયા મૃતક શ્રુષ્ટિ રૈયાણીના ઘરે આવતો જતો હતો અને તે શ્રુષ્ટિને પ્રેમ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જયારે જયેશ સરવૈયાએ શ્રુષ્ટિ રૈયાણીને તેની સાથે નાશી જવા કહ્યું ત્યરે શ્રુષ્ટિ ન જતા તેણે શ્રુષ્ટિને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

    આ પણ વાંચોડબલ Murderનો હચમચાવતો Live CCTV Video: જુઓ - આરોપીઓએ 40 વખત ચપ્પાથી કર્યો હુમલો

    હાલ તો જેતપુર તાલુકા પોલીસ અને રાજકોટ જિલ્લાના અધિક પોલીસ વડા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં લાગી ગયા છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે, ખાનગી સૂત્રોના હવાલે આરોપી અને હત્યારો જયેશ સરવૈયા જેતપુર તાલુકા પોલીસના હાથ વેંતમાં હોવાની બાતમી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jetpur Murder, Rajkot News, Rajkot police

    આગામી સમાચાર