રાજકોટ : શેર બજારમાં 10 ટકા વળતરની લાલચે આકર્ષ્યા, છેતરપિંડીનો આંક અધધધ... 50 કરોડ પહોંચ્યો

રાજકોટ : શેર બજારમાં 10 ટકા વળતરની લાલચે આકર્ષ્યા, છેતરપિંડીનો આંક અધધધ... 50 કરોડ પહોંચ્યો
ત્રણ ફ્રોડની ધરપકડ

છેતરપિંડી દ્વારા મેળવેલ નાણાનો ઉપયોગ સ્થાવર-જંગમ મિલકત ખરીદવામાં કર્યો છે કે કેમ તે મામલે પૂછપરછ કરવામાં આવશે

  • Share this:
રાજકોટ : આપણે ત્યાં એક કહેવત છે કે, 'લોભિયા હોય, ત્યાં ધુતારા ભૂખે ન મરે' આ કહેવત સાચી ઠરી છે રાજકોટ શહેરમાં. રાજકોટ શહેરમાં માસિક 10 ટકાની વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી નાણા કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં પરસાણા નગરમાં રહેતા તેમજ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં રાજેશભાઈ જીવરાજ ભાઈ વાઘેલા સહિત 110 જેટલા રોકાણકારોએ સમય ટ્રેડિંગ અને આશિષ કોપરેટીવના ચેરમેન પ્રદીપ ધાનેરા તેમજ તેના પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુક્કા વિરુદ્ધ 4.73 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.આ પણ વાંચો - લક્ઝરી કારનો શોખીન જીવડો દુનિયાનો એકમાત્ર ભારતીય, જેની પાસે છે કરોડોની બુગાટી

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા એક બાદ એક એમ કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રદીપ ખોડાભાઈ ડાવેરા અગાઉ વલસાડમાં શેરબજારનું કામ કરતો હતો. ત્યારબાદ વર્ષ 2017માં તે રાજકોટ રહેવા આવી ગયો હતો. રોકાણકારોને શેરબજારમાં માસિક 10 ટકા વળતરની લાલચ આપી રોકાણ શરૂ કરાવ્યું હતું. ધીમે ધીમે રોકાણકારોની સંખ્યા વધવા લાગતા તેણે રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક સમય ટ્રેડિંગ નામથી પેઢી શરૂ કરી હતી. તો july 2019 માં શીતલ પાર્ક નજીક ધ સ્પાયર બિલ્ડિંગમાં ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી નામથી પેઢી શરૂ કરી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : 'મારી નહી તો...', બ્રેક અપ થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી, પહોંચ્યો પોલીસ પાસે

રોકાણકારોને 11 મહિના સુધી વળતર આપી તેઓ વધુ નાણાં રોકે તે પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. 11 મહિના સુધી વળતર આપ્યા પછી દર ત્રણ મહિને વળતર આપવાનું કહી નાણાં આપવાનું બંધ કર્યું હતું. ડિસેમ્બર 2019થી એક પણ રોકાણકારોને વળતર કે મૂડી પરત નહીં આપતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં ગજબ ઘટના: પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ આપઘાત કર્યો? પોલીસને હત્યાની શંકા

હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન કૌભાંડિયાઓએ છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાનું કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે. છેતરપિંડી દ્વારા મેળવેલ નાણાનો ઉપયોગ સ્થાવર-જંગમ મિલકત ખરીદવામાં કર્યો છે કે કેમ તે મામલે પૂછપરછ કરવામાં આવશે. હાલ પોલીસ તપાસમાં ઠગાઈનો આંક 50 કરોડ સુધી પહોંચ્યો છે તે વધીને ક્યાં સુધી પહોંચે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:April 02, 2021, 17:14 pm

ટૉપ ન્યૂઝ