રાજકોટ : ગોંડલ શહેર પંથકમાં બે-પાંચ કરોડનું ફુલેકુ ફેરવવું આમવાત થઈ ગઈ હોય તેમ ભોજરાજપરાનો યુવાન ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવી ગામ મૂકી પલાયન થઈ ગયાની ચર્ચા હજુ સમી નથી ત્યાં મોબાઈલ સોંપ ધરાવતો યુવાન કરોડથી વધારેની રકમનું ફુલેકુ ફેરવી નો-દો-ગ્યારા થઈ જતા લેણદારોને ઠંડીમાં ગરમી ચડી જવા પામી છે.
ગોંડલના પંચવટી સોસાયટીમાં રહેતા અને કડિયા લાઈન વિસ્તારોમાં ભાડેની મોબાઈલની દુકાન ધરાવતો યુવાન એક કરોડ કરતા વધુ રકમનું ફુલેકુ ફેરવી નાશી જતા ખાસ કરીને લેણદારોમાં વધુ ચર્ચાઓ થવા લાગી છે, અત્રે ઉલ્લેખનીય છે કે ગત મધરાતે આ ફુલેકુ ફેરવનાર યુવાનની મોબાઈલની દુકાનમાં આગ લાગી હોય આ આગ આકસ્મિક કે કૃતિમ રીતે લાગી છે તે તપાસનો વિષય બની જવા પામ્યો છે.
ગોંડલ શહેરમાં આવેલ કડિયા લાઈનમાં રહેલી મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જલારામ મોબાઈલ નામની દુકાનમાં આગ જનીનો બનાવ સામે આવ્યો હતી. આગની ઘટનાને લઈને ગોંડલ નગરપાલિકાના 3 ફાયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટર ના જવાનો એ પાણી નો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટના ની જાણ થતાં પી.એસ.આઈ ડી.પી.ઝાલા સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. તો સાથે જ ગોંડલ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પોહચ્યાં હતા. મોબાઈલ ની દુકાન માં આગ લાગવાના કારણે આસપાસ ના વિસ્તારો માં વીજપુરવઠો ખોરવાયો હતો.
આ પહેલા શહેરમાં ઉચ્ચ અધિકારીઓના વચેટિયા તરીકેનું કામ સાથે સરકારી કોન્ટ્રાક્ટ રાખતા યુવાને કરોડોનું ફુલેકુ ફેરવ્યું હતું તેને સ્ટેશન પ્લોટમાં આલીશાન બંગલો ખરીદી સાધુ સંતોની પધરામણી કરાવી કિંમતી ગાડીઓ ફેરવી લોકોને આશ્ચર્ય ચકિત કરી દઈ ફુલેકુ ફેરવ્યું હતું, જીભે થોડા અચકાતા પંચવટી સોસાયટીના યુવાને પણ થોડા સમય પહેલા નવી ગાડી છોડાવી નાણાં ધીરનારાઓને ભ્રમિત કરી મોટી રકમ મેળવી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર