રાજકોટના ભેજાબાજ વૃદ્ધના અનેક ભેદ ખુલ્યા : 'JOB જોઈતી હોય કે લગ્ન કરવા હોય, જે સર્ટિફિકેટ જોઈએ તે મળી જશે'

રાજકોટના ભેજાબાજ વૃદ્ધના અનેક ભેદ ખુલ્યા : 'JOB જોઈતી હોય કે લગ્ન કરવા હોય, જે સર્ટિફિકેટ જોઈએ તે મળી જશે'
રાજકોટ ગ્રામ્ય પોલીસ

આરોપી વૃદ્ધ કિરીટસિંહ બચુભા ગોહિલને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લેતા લાખોની ઠગાઈના અનેક ભેદ ખોલ્યા છે.

  • Share this:
રાજકોટ : અત્યાર સુધી આપે અલગ અલગ ચોરી કે ઠગાઈ(Fraud)ના ચોર અને તેની મોડ્સ ઓપરેનટી જોઈ હશે, પણ રાજકોટ રૂરલ પોલીસે (Rajkot Police) એક એવા વૃદ્ધ ઠગને ઝડપી પાડ્યો હતો કે જે લોકોને તેના અલગ અલગ કામો કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતો હતો. જીઆરડી, મનપા સહિતની નોકરીઓમાં નોકરી(Job) અપાવવાના બહાને, આવાસમાં મકાન અપાવી દેવાના બહાને અને લગ્ન કરાવી દેવાના સહિતના અલગ અલગ બહાને ઠગાઈ કરતા 60 વર્ષના વૃદ્ધની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી વૃદ્ધ કિરીટસિંહ બચુભા ગોહિલને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લેતા લાખોની ઠગાઈના અનેક ભેદ ખોલ્યા છે. હાલ સાતેક ગુનાની કબુલાત આપી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કિરિટસિંહ વિરૂધ્ધ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક, મોરબી, વીરપુર અને ભાડલામાં અરજી થઇ હતી, જેના આધારે આ તમામ પોલીસ મથકનો સ્ટાફ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, વૃદ્ધ મળી આવતો ન હતો.આ પણ વાંચો - રાજકોટ : 'લોન્ડ્રીનો ધંધો પહેલા જેવો નહોતો ચાલતો હવે', બે બાળકોના પિતાએ કર્યો આપઘાત

ત્યારબાદ રાજકોટ રૂલર એલ સી બી પણ વૃદ્ધની તપાસમાં લાગી હતી અને આખરે પોલીસે બાતમીના આધારે સરધારથી ભંડારીયા તરફ જવાના રસ્તા પરથી વૃદ્ધને ઝડપી પાડયો હતો. હાલ તો પોલીસની પૂછપરછમાં અલગ અલગ સાત જેટલા ગુનાની કબુલાત વૃદ્ધ દ્વારા અપાઈ છે, જેના આધારે પોલીસે અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - રાજકોટમાં સંબંધોનું ખૂન, કૌટુંબિક બહેન-બનેવીએ સાળાને લોહીલુહાણ કરી ઉતાર્યો મોતને ઘાટ

વૃદ્ધની કબુલાત અનુસાર, તેનાથી ભોગ બનનારાઓમા મોટાભાગના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા અને મોરબીના છે. વૃદ્ધ પાસેથી પોલીસે મોટરસાયકલ, મોબાઈલ ઉપરાંત તેના આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને રોકડ રકમ મળી કુલ 51,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી આ રીતે ઠગાઈ કરતા હોવાની સામે આવ્યું છે. વૃદ્ધની પૂછપરછ દરમિયાન બીજા કેટલા એ ગુનાઓના ભેદ ખૂલવાની પણ પોલીસને શક્યતાઓ જોવા મળી રહી છે.
Published by:kiran mehta
First published:January 23, 2021, 15:37 pm

ટૉપ ન્યૂઝ