મુનાફ બકાલી, રાજકોટ : ગુજરાતમાં કોઈ પણ તહેવાર આવે એટલે તેને ઉજવણી કરવા માટે દારૂની મહેફિલ થતી હોય છે અને તેની વ્યવસ્થા કરવા માટે બુટલેગરો કામે લાગી જાય છે, પરંતુ પાટણવાવ પોલીસે એક રેડ કરીને લોકો હોળી ઉજવે એ પહેલાં જ દારૂ ની હોળી ઉજવી નાખી છે.
રાજકોટ જિલ્લાના પાટણવા પોલીસે આજે એક મોટી સફળતા મેળવી હતી, પાટણવાવના રૂપાવટી રોડ ઉપર બાવળની ધાર પાસે એક ટ્રક પકડી પડ્યો હતો, જેમાં 447 પેટી અને 5364 મકડોવલ દારૂની બોટલ પાડેલ હતી જેની કુલ કિંમત 16 લાખ રૂપિયા જેટલી થાય છે, સાથે જે ટ્રકમાં દારૂ લાવવામાં આવ્યો હતો તે UP પાસિંગનો ટ્રક નંબર UP 23P 661ને પકડી પાડેલ હતો, સાથે સાથે એક આર્ટિગા કાર અને 4 જેટલા આરોપીને પકડી પાડેલ હતા, 16 લાખની મેકડોવલ દારૂની 5364 બોટલ સાથે કુલ 36 લાખ 34 હજારનો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને પાટણવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્યાંથી આવ્યો દારૂ ? કોણે મગાવ્યો હતો દારૂ ? કોણ કોણ છે આરોપી?
પાટણવાવ પોલીસની પ્રાથમિક માહિતીમાં દારૂનો મોટો જથ્થો UPમાંથી માગવાવમાં આવ્યો હૉવાનું સામે આવ્યું છે અને આ દારૂ જૂનાગઢના કાળા રાણા કરમટાએ મગાવ્યો હતો અને તેની સૂચના મુજબ તે પાટણવાવ ના રૂપાવટી રોડ ઉપર કટિંગ થાય તે પહેલાં જ રેડ પડી હતી, રેડ દરમિયાન જૂનાગઢ ના 2 બુટલેગરો જેમાં અમની અલરખા સેતા અને યુનિષ હાજી સોઢા અને UPના 2 શકશો મહમદઉબેશ યાકુબ શેખ અને ઇસ્તકાર અહમદ અબ્દુલ ગફારને પકડી પાડ્યા છે. જયારે મુખ્ય આરોપી એવો કે, જેણે આ દારૂ મંગાવ્યો હતો એ કાળા રાણા કરમટા હજુ ફરાર છે અને સાથે અન્ય બીજા 3 સાગરીતો ફરાર છે.
એક અનુમાન પ્રમાણે હોળી નજીક આવી રહી હોય અને હોળી દરમિયાન પ્યાસીઓને દારૂ પૂરો પાડવા માટે મગાવવામાં આવ્યો હતો અને હોળીમાં પ્યાસીઓની પ્યાસ બુજાય તે પહેલાં જ પાટણવાવ પોલીસે રેડ કરી ને પ્યાસીઓને પ્યાસા રાખી દીધા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર