રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી નકલી નોટ બનાવવાની ફેકટરી, કારખાનામાં દારૂની મહેફિલ પણ માણતા હતા

રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી નકલી નોટ બનાવવાની ફેકટરી, કારખાનામાં દારૂની મહેફિલ પણ માણતા હતા
નકલી નોટનું કારખાનું ઝડપાયું

કારખાનામાં ઝડતી દરમિયાન દારૂની 36 બોટલ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશન નો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક વખત નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, વાવડી વિસ્તારમાં આવેલા કારખાનામાં દોઢ વર્ષથી પ્રિન્ટર મારફતે 2000, 500 તેમજ 200 રૂપિયાના દરની નકલી નોટો છાપવામાં આવી રહી છે. તે બાબતની હકીકત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાવડી ઇન્ડસ્ટ્રીઝ આવેલા વર્ક ના કારખાનામાં દરોડો પાડી નકલી નોટો છાપતા ના મૂળ જૂનાગઢના મેંદરડાના સમઢીયાળા ગામ ના પિયુષ બાવનજીભાઇ કોટડીયા તેમજ માણાવદરનાં સરદારગઢ ગામના મુકુંદ મનસુખભાઈ છત્રાળા ને ઝડપી લીધા હતા.

પોલીસે ઘટના સ્થળ પરથી એક પ્રિન્ટર રૂપિયા 2000ના દરની 20 નોટ, 500ના દરની 1 નોટ જ્યારે કે રૂપિયા 200 ના દરની 6 નકલી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ બે રાઈટિંગ પેડ, સેલોટેપ, કલર, ફૂટપટ્ટી, રોકડ રકમ, બે ફોન અને રો મટીરીયલ સહિત 21,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ પણ વાંચો - ટ્રાફિક દંડથી બચવા બાઈક ચાલકે કરી હદ પાર, પોલીસ કર્મી પર બાઈક ચઢાવી થયો ફરાર

કારખાનામાં ઝડતી દરમિયાન દારૂની 36 બોટલ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશન નો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપનાર બંને આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી નકલી નોટો છાપતા હોવાનું તેમજ અંદાજે એકાદ લાખથી વધુની નકલી નોટો બજારમાં વટાવી ચૂક્યા ની કબુલાત આપી છે.

આરોપી


આ પણ વાંચો - રાજકોટ : શેર બજારમાં 10 ટકા વળતરની લાલચે આકર્ષ્યા, છેતરપિંડીનો આંક અધધધ... 50 કરોડ પહોંચ્યો

આરોપીઓ youtube માં જાલીનોટ સર્ચ કરી નકલી નોટ કેવી રીતે બને તે અંગેની માહિતી મેળવી હતી બાદમાં નકલી નોટો છાપવાનું શરૂ કર્યાનું જણાવ્યું છે. આરોપીઓ મોટાભાગે અંધારામાં મોટી ઉંમરના લોકોને નકલી નોટો પર આવતા હતા. મોટી ઉંમરના શાકભાજીવાળા કે અન્ય વેપારી હોય તેવા લોકોને જ આ બંને આરોપીઓ નિશાન બનાવતા. 2000 ની નોટ માંથી 500 થી 700 રૂપિયાની અને 500ની નોટમાં 150 થી 200 રૂપિયાની વસ્તુની ખરીદી કરતા હતા. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે તેઓ એક વખત બનાવેલી નોટ હટાવી લીધા બાદ જ બીજી નોટ બનાવતા હતા.
Published by:kiran mehta
First published:April 03, 2021, 19:01 pm

ટૉપ ન્યૂઝ