Home /News /kutchh-saurastra /

રાજકોટ: ભાણેજનો આક્ષેપ, 'મામાનું મોત સંડાસમાં પડી જવાથી નહીં, પત્ની અને સાળા દ્વારા માર મારવાથી થયું'

રાજકોટ: ભાણેજનો આક્ષેપ, 'મામાનું મોત સંડાસમાં પડી જવાથી નહીં, પત્ની અને સાળા દ્વારા માર મારવાથી થયું'

રાજકોટ સરકારી હોસ્પિટલ

ભાણેજ દુર્ગાબેને આક્ષેપ કર્યો હતો કે મામા હિરાજીભાઇને તેની જ પત્નિ તાવુબેન અને મહીસાગરથી આવેલા સાળા અશોકે મારકુટ કરી હતી.

રાજકોટ : જુનાગઢથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક વ્યક્તિના મોત મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સંડાસમાં પડી જવાથી ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત પડી જવાથી નહીં પરંતુ માર મારવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જુનાગઢના ધરારનગર રામ ચોકમાં રહેતાં હિરાજીભાઇ ગોરાજીભાઇ ભાટીને પાંચેક દિવસ પહેલા સંડાસના પોખરામાં પગ ફસાતાં પડી જતાં ઇજા થવાથી જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમણે દમ તોડી દીધો હતો. મોત પડી જવાથી નહિ પણ પત્નિ અને સાળાએ મારકુટ કરવાથી થયાનો આક્ષેપ મૃતકના ભાણેજ દુર્ગાબેન તથા બીજા સ્વજનોએ કરતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, હિરાજીભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતાં તેઓ સંડાસના પોખરામાં પગ ફસાતાં પડી જતાં ઇજા થયાનું કહેવાતાં તે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને કરાવી હતી. સારવાર દરમિયાન ગત રાતે હિરાજીભાઇએ દમ તોડી દીધો હતો. હિરાજીભાઇ છ ભાઇ અને છ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ મકાનના પાયા ખોદવાની મજૂરી કરતાં હતાં. ભાણેજ દુર્ગાબેને આક્ષેપ કર્યો હતો કે મામા હિરાજીભાઇને તેની જ પત્નિ તાવુબેન અને મહીસાગરથી આવેલા સાળા અશોકે મારકુટ કરી હતી. મામા સંડાસમાં પડી ગયા હતાં એ વાત સાચી, પણ એ પછી ઝઘડો કરી તેને મારકુટ કરી ગળાચીપ આપવામાં આવી હતી. તેના કારણે તેઓ બોલી પણ શકતા નહોતાં. જુનાગઢ પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળ કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે, મામાના મોત મામલે આક્ષેપ કરવામાં આવતા નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોત પડી જવાથી નહિ પણ પત્નિ અને સાળાએ મારકુટ કરવાથી થયાનો આક્ષેપ મૃતકના ભાણેજ દુર્ગાબેન તથા બીજા સ્વજનોએ કરતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જુનાગઢ પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળ કાર્યવાહી કરશે. હિરાજીભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતાં તેઓ સંડાસના પોખરામાં પગ ફસાતાં પડી જતાં ઇજા થયાનું કહેવાતાં તે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને કરાવી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Crime news, Rajkot Civil Hospital, Rajkot News, Rajkot police

આગામી સમાચાર