રાજકોટ : શહેરમાં વધુ એક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. આઠ માસથી પત્ની રિસામણે હોવાના કારણે લાગી આવતા પતિએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ઘર કંકાસ ના કારણે આપઘાત તેમજ આપઘાતના પ્રયાસ ના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ દૂધની ડેરી પાસે અનવર સુલેમાન ઠેબાએ પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતા પરિવારે તાત્કાલીક 108 ની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી અનવરને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
તો બીજી તરફ સમગ્ર મામલે થોરાડા પોલીસને બનાવ અંગે જાણ થતાં થોરાડા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને થોરાળા પોલીસ અધિકારીઓ દ્વારા અનવર તેમજ તેના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં અનવર ની માતાએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી અનવર ના પત્ની માવતરે રિસામણે ચાલી ગયા છે. અનવરને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. સાંજે આઠ વાગ્યાના અરસામાં અનવર ના સસરા નો ફોન આવ્યો હતો કે જુઓ તો અનવર શું કરે છે? ત્યારે મેં ઉપરના માળે અનવર રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી અમારે કોઇ પ્રતિસાદ ન આપતાં મેં બારીમાંથી જોયું કે અનવર રૂમમાં બેભાન થઈ પડેલો છે. જેથી મેં બૂમાબૂમ કરી મૂકતા મારો અવાજ સાંભળતા આડોશ પાડોશ ના લોકો ઘરમાં દોડી આવ્યા હતા. ત્યારે આસપાસના લોકોએ રૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ અનવર બેભાન હોવાના કારણે તુરંત જ ૧૦૮ નંબર ઉપર ફોન પણ કર્યો હતો.
થોડા પોલીસને આપેલા નિવેદનમાં અનવરની માતા અમીનાબેનને જણાવ્યું હતું કે, અનવર અફીણ પીધા પહેલા ફોન પર તેની પત્ની સાથે વાતચીત કરી હતી. ત્યારે વાતચીત દરમિયાન એવું તો શું થયું હતું કે અન્વયે ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કરવા સુધી ની ફરજ પડી હતી.