રાજકોટનો રીક્ષા ચોર: અમદાવાદથી રીક્ષા ચોરી રાજકોટમાં ફેરવતો, સૂરજ ઉર્ફે 'કાળીનો એક્કો' પકડાયો

રાજકોટનો રીક્ષા ચોર: અમદાવાદથી રીક્ષા ચોરી રાજકોટમાં ફેરવતો, સૂરજ ઉર્ફે 'કાળીનો એક્કો' પકડાયો
રીક્ષા ચોર આરોપી

પુછતાછમાં કાળીના એક્કાએ રિક્ષા અમદાવાદ ચાંગોદર પાટીયેથી બે મહિના પહેલા ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરી.

  • Share this:
રાજકોટ : શહેરમાં તાજેતરમાં જ વાહનચોરીના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે વાહનચોરોને પકડવા પોલીસે પણ વધુ સક્રિય બની છે. રાજકોટ પોલીસે વાહનચોરીનો એક ગુનો યુનિવર્સિટી પોલીસે ડિટેકટ કર્યો છે. અમદાવાદથી બે મહિના પહેલા રિક્ષા ચોરી રાજકોટમાં ફેરવતા સુરેન્દ્રનગરના વઢવાણના સૂરજ ઉર્ફ કાળીનો એક્કો પ્રકાશભાઇ દશનામીને હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાસેથી જીજે૦૧ટીઇ-૪૭૧૭ નંબરની અડધા લાખની કિંમતની રિક્ષા સાથે પકડી લેવાયો છે.

આ શખ્સ ચોરીની રિક્ષાા ફેરવતો હોવાની બાતમી હોવાથી ઉઠાવી લેવાયો હતો. પુછતાછમાં પહેલા તો રિક્ષા પોતાની હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે પોકેટકોપ એપથી રિક્ષાના નંબર સર્ચ કરતાં આ રિક્ષા અમદાવાદના મારૂજી વિજયકુમાર ચીમનલાલના નામે નીકળી હતી. આકરી પુછતાછમાં કાળીના એક્કાએ રિક્ષા અમદાવાદ ચાંગોદર પાટીયેથી બે મહિના પહેલા ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરી અમદાવાદ પોલીસને જાણ કરાઇ હતી.



આ પણ વાંચો - રાજકોટમાં અનોખો કિસ્સો : 'હમને ઘર છોડા હૈ.....', પરિવારને તરછોડી સવારે પ્રેમિકા ભાગી, સાંજે પ્રેમિકાને છોડી પ્રેમી ભાગી ગયો

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

આ પણ વાંચો - રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી

સૂરજ હાલ રખડતુ જીવન જીવે છે. અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હતો. હાલ તો પોલીસે કાળીના એક્કાને પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે અને સાથે જ તેણે તાજેતરમાં જ કેટલીક ચોરીઓ કરી છે, તેમજ તેની સાથે અન્ય કોઈ ચોરી કરવામાં સામેલ છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસ પોકેટકોપ એપનો પણ સહારો લઈ અલગ અલગ કાર્યવાહીઓ હાથ ધરે છે.
Published by:kiran mehta
First published:January 29, 2021, 17:35 pm

ટૉપ ન્યૂઝ