રાજકોટ સગીર હત્યા મામલો : 100 રૂપિયા માટે છરીથી કર્યો હુમલો, સાથે ગયેલા મિત્રએ જણાવી પુરી ઘટના

રાજકોટ સગીર હત્યા મામલો : 100 રૂપિયા માટે છરીથી કર્યો હુમલો, સાથે ગયેલા મિત્રએ જણાવી પુરી ઘટના
રાજકોટમાં સગીરની હત્યા

ઉછીના પૈસા આપનારા શખ્સે 'બે દિવસ પહેલા શું પાવર કરતા'તા?' કહી ગાળો દઇ ઝાપટો મારવાનું ચાલુ કર્યુ હતું

  • Share this:
રાજકોટ : ભગવતીપરામાં રહેતાં અને ગાંધી મ્યુઝિયમમાં કેટલાક દિવસથી કામે જતાં ૧૮ વર્ષના યુવાનને અન્ય યુવાન સાથે ઉછીના લીધેલા 100 રૂપિયા માટે બે દિવસ પહેલા ચડભડ થઇ હતી. આ યુવાન ગઇકાલે પોતાના મિત્રને લઇ સમાધાન કરવા ગયો ત્યારે ઉછીના પૈસા આપનારા શખ્સે 'બે દિવસ પહેલા શું પાવર કરતા'તા?' કહી ગાળો દઇ ઝાપટો મારવાનું ચાલુ કર્યુ હતું. બાદમાં બીજા ચાર જણા સાથે મળી બંને મિત્રોને ઢીકાપાટા માર્યા હતાં અને એકે છરી કાઢી ઘા ઝીંકી દેતાં બંને મિત્રો જીવ બચાવી ભાગ્યા હતાં. પરંતુ ભગવતીપરાનો યુવાન ગંભીર ઇજા થઇ હોઇ પડી જતાં હોસ્પિટલે ખસેડાયો હતો અને મોત નિપજ્યું હતું. પોલીસે બે શખ્સને સકંજામાં લઇ લીધા છે. થોરાળા પોલીસે આ મામલે હત્યાનો ભોગ બનેલા આયુષના પિતા પ્રકાશભાઇ ભવાનભાઇ બારૈયાની ફરિયાદ પરથી કેબવલ સોંદરવા, ડેવિલ સોલંકી, પ્રશાંત વાઘેલા, આદિત્ય ગોરી અને એક અજાણ્યા સામે રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો છે.

પ્રકાશભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. જેનો પુત્ર ગાંધી મ્યુઝિયમમાં છુટક કામ કરવા જતો હતો તેના માતા દિપાબેન પરાબજાર નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે કામ કરે છે. પ્રકાશભાઇએ પોલીસને જણાવ્યું છે કે બુધવારે ૧૪મીએ મારા ભાઇ સાહિલનો ફોન આવ્યો છે અને વાત કરી છે કે તમારા દિકરા આયુષને મારામારીમાં લાગી ગયું છે અને તેને સિવિલમાં લઇ ગયા છે જ્યાં ડોકટરે મારા દિકરાને મૃત જાહેર કર્યો હતો. આ વખતે આયુષના મિત્ર નિતીન વાઘેલાએ મને કહ્યું હતું કે નિતીન બપોરે ઘરે શેરીમાં હતો ત્યારે આયુષે મને ફોન કરી કહેલું કે નવા થોરાળામાં રહેતાં ડેવિલ સોલંકી સાથે બે દિવસ પહેલા મારે બોલાચાલી થઇ હતી. આથી હું પાંજરાપોળ ગયો હતો ત્યારં આયુષ ઉભો હતો જતાથી હું આયુષના બાઇકની પાછળ ગયો હતો.



આ પણ વાંચો - રાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

વધુમાં જણાવ્યું કે, અમે થોરાળા વાલ્મીકીવાસમાં રામાપીરના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં મારો મિત્ર આદિત્ય ગોરી અને પ્રશાંત વાઘેલા પણ હતાં. થોડીવાર પછી ડેવિલ સોલંકી, કેવલ સોંદરવા આવ્યા હતાં. ડેવિલે નિતીનને અને આયુષને ગાળો દીધી હતી અને 'બે દિવસ પહેલા શું પાવર કરતા'તા?' કહી ડેવિલે મને ઝાપટ મારી દીધી હતી. એ પછી આયુષને પાટુ મારતાં તે પડી ગયો હતો. આ વખતે કેવલે છરી કાઢેલ અને હું આયુષને ઉભો કરતો હતો ત્યારે કેવલે મને છરીના ઘા ડાબા હાથ પર મારી દીધો હતો. પ્રશાંત વાઘેલા અને આદિત્ય ગોરી તથા ડેવિલ અને શેરીમાંથી આવેલા અજાણ્યા છોકરાએ મળી અમને બંનેને આડેધડ ઢીકાપાટાનો માર માર્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત

આ વખતે કેવલે છરી કાઢી આયુષને ઘા માર્યા હતાં. માણસો ભેગા થઇ જતાં હું તથા આયુષ ભાગ્યા હતાં. આયુષને ફોન કરી કયાં છો? પુછતાં તેણે કહેલ કે મને લોહી નીકળે છે એટલુ બોલેલો અને ફોન કપાઇ ગયો હતો. એ પછી મારા કાકાએ વાત કરેલી કે આયુષને ગંભીર ઇજા થઇ છે અને દવાખાને લઇ ગયા છે. આથી હું હોસ્પિટલે આવતાં આયુષ મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. આયુષ થોરાળામાં જ્યાં હુમલો થયો ત્યાંથી ભાગતો ભાગતો છેક ચુનારાવાડ ટ્રેકટર ચોક સુધી આવ્યો હતો અને અહિ પડી ગયો હતો. અહિ બધા લોકો ભેગા થયા હતાં. આયુષે અગાઉ ડેવિલ સોલંકી પાસેથી રૂ. ૧૦૦ ઉછીના લીધા હતાં. તે રૂપિયા ડેવિલે પાછા માંગતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બે દિવસ પહેલાની આ માથાકુટનું સમાધાન કરવા હું અને આયુષ ગયા હતાં ત્યારે મારામારી થઇ હતી અને હુમલો થયો હતો. તેમ વધુમાં નિતીને જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:April 15, 2021, 17:42 pm

ટૉપ ન્યૂઝ