રાજકોટમાં કોરીનાની સ્થિતિ ગંભીર: હોસ્પિટલોમાં 1-2 કલાકનું વેઈટીંગ, દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર

રાજકોટમાં કોરીનાની સ્થિતિ ગંભીર: હોસ્પિટલોમાં 1-2 કલાકનું વેઈટીંગ, દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર
રાજકોટ કોરોના સ્થિતી

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખૂબ મોટી મોટી કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે રીતે વીડિયો સામે આવ્યો છે તેના પરથી દર્દીઓની સંખ્યા ખૂબ મોટી હોવાનું પણ આપણે અનુમાન લગાવી શકાય છે.

  • Share this:
રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રોજ ખુબ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફક્ત રાજકોટ શહેર કે જિલ્લાની પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થવા માટે ૧૦૮ અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લઇ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે.

ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખૂબ મોટી મોટી કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે રીતે વીડિયો સામે આવ્યો છે તેના પરથી દર્દીઓની સંખ્યા ખૂબ મોટી હોવાનું પણ આપણે અનુમાન લગાવી શકાય છે. આખરે વાત એવી પણ સામે આવે છે કે, જે રીતે એમ્બ્યુલન્સ કતારોમાં ઊભેલી જોવા મળે છે ત્યારે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતાં એકથી દોઢ કલાક જેટલો સમય લાગે છે અને આ સમય દરમ્યાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની પણ ફરજ પડી રહી છે. જે પણ એમ્બ્યુલન્સમાં દર્દીઓ આવે છે તેને વેઇટિંગમાં ઉભુ રહેવું પડે છે.આ પણ વાંચો - સુરત : મહામારીમાં બીજી મુશ્કેલી, સિવિલમાં દર્દીના સગા દ્વારા મારા મારીના મામલે તબીબો બેઠા ધરણા પર

મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલની અંદર આવેલી કોબી હોસ્પિટલના ગેટથી ચેક ચૌધરી હાઈસ્કૂલ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો દ્રશ્યોમાં જોવા મળી રહી છે, જેથી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓને મિનિમમ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી જતા તેમને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાનો વારો આવે છે.

આ પણ વાંચો - ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી: ત્રણ દિવસથી ગુમ Corona દર્દી શૌચાલયમાંથી મૃત હાલતમાં મળ્યો

આજે સવારે પણ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવારમાં સારવાર આપવામાં આવતી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દર્દીએ દમ તોડી નાખ્યો હતો. એટલે જે રીતે કોરોનાની સ્થિતિ વણસી રહી છે તેને જોતા આ વિડીયો ખૂબ ગંભીર માનવામાં આવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:April 11, 2021, 17:49 pm

ટૉપ ન્યૂઝ