રાજકોટમાં અજીબો ગરીબ ઘટના બની: કામ કરતા-કરતા આધેડનું ગુપ્તાંગ કપાયું, પહોંચ્યો હોસ્પિટલ

રાજકોટમાં અજીબો ગરીબ ઘટના બની: કામ કરતા-કરતા આધેડનું ગુપ્તાંગ કપાયું, પહોંચ્યો હોસ્પિટલ
વિચિત્ર અકસ્માત

આ પહેલા પણ એક ઘટનામાં યુવાને જાતીય આવેગ સંતોષવા માટે ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો. જોકે, વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી.

  • Share this:
રાજકોટ : શહેરમાં ફરી એક વખત અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કારખાનામાં કામ કરતી વખતે ગ્રાઈન્ડર માંથી અચાનક ચક્ર છુટી જવાના કારણે કામ કરતાં આધેડનો ગુપ્ત ભાગ કપાયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુરોલોજી વિભાગના નિષ્ણાંત ડોક્ટર પ્રતીક અમલાણીએ જણાવ્યું હતું કે, આધેડ વ્યક્તિનું ગુપ્ત ભાગ કપાઈ જવાના કારણે સૌપ્રથમ તેને રાજકોટ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કોઈપણ જાતના વિલંબ વગર તેની સર્જરી કરવામાં આવી હતી.જ્યારે દર્દી સારવાર માટે અમારી પાસે આવ્યા ત્યારે તેમના ગુપ્ત ભાગ ઉપર ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. પુષ્કળ માત્રામાં લોહી પણ વહી ગયું હતું. સાથે જ દર્દીને હિમોગ્લોબીન ની ટકાવારી ઓછી હોવાના કારણે તાત્કાલિક અસરથી સર્જરી સમયે તેમને લોહી ના બાટલા પણ ચઢાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોરાજકોટ: અકસ્માતમાં દંપતી ખંડિત , પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત, ટ્રકનું વ્હીલ મહિલા પર ફરી વળ્યું

દર્દીને સૌપ્રથમ સીટી સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં દર્દીના શરીરમાં કોઈ foreign body ન હોવાનું જણાયું હતું. ખૂબ જ જટિલ અને જેમ નથી દર્દીની યુરોલોજીકલ સર્જરી કરી તેમને નવજીવન આપવામાં આવ્યું છે. જોકે હાલ સર્જરી બાદ દર્દીની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો - રાજકોટમાં મંગળવાર બન્યો 'અમંગળ: યુવાન 50 મીટર ઢસડાયો, કમકમાટીભર્યા મોતનો Live Video

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે રાજકોટ શહેરમાં આ જ પ્રકારનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં રાજકોટ શહેરમાં રહેતા એક 35 વર્ષીય યુવાને જાતીય આવેગ સંતોષવા માટે ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો. જોકે, વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી. યુવાનને લઘુશંકા તેમજ દીર્ઘશંકા કરવામાં પણ ધીમે ધીમે તકલીફ શરૂ થવા પામી હતી. યુવાનને લઘુ શંકા ઉતરવાનું બંધ થઈ જતાં અસહ્ય પીડા પણ અનુભવવી પડી હતી. જેના કારણે યુવાનને હૉસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમની સારવાર પણ યૂરો સર્જન ડો.પ્રતીક અમલાણી દ્વારા કરવામાં આવી હતી. 'યુવકનો રિપોર્ટ કરવામાં આવતા તેની ઇન્દ્રિયમાં 10 સેન્ટીમીટર અંદરના ભાગે ઇલેક્ટ્રિક વાયરનું ગૂંચળું જોવા મળ્યું હતું. જેના પગલે લઘુશંકા નહીં ઊતરવાની સાથે ઇન્દ્રિયમાં લોહીના ગઠ્ઠા પણ જામી ગયા હતા. એટલું જ નહીં જો વધુ મોડું કરવામાં આવ્યું હોત તો ઇન્ફેક્શન થવાનું અને નળી બ્લોક થવાની ઇન્દ્રિયની નળી સંકોચાઈ જવાની તેમ જ ગેંગરીન થવાની ભીતિ પણ સેવાઈ રહેલી હતી."
Published by:kiran mehta
First published:March 05, 2021, 00:05 am

ટૉપ ન્યૂઝ