Home /News /kutchh-saurastra /

Rajkot News: મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં 7 પૈકી 2 આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર

Rajkot News: મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં 7 પૈકી 2 આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર

સમગ્ર મામલો પહેલેથી જ હાઈપ્રોફાઈલ હોય જેના કારણે પ્રથમ દિવસથી જ પોલીસની કામગીરી પર કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટ શહેર (Rajkot Suicide case)માં એક સપ્તાહ પૂર્વે કડવા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu Suicide case) દ્વારા પોતાની ઓફિસમાં આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો.

રાજકોટ શહેર (Rajkot Suicide case)માં એક સપ્તાહ પૂર્વે કડવા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu Suicide case) દ્વારા પોતાની ઓફિસમાં આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ શહેરના સ્પેશિયલ અહેમદ ખુર્શીદ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે આપઘાતના બનાવમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા રાજકોટના બે તેમજ અમદાવાદના પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા તેમજ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે ઘટનાના એક સપ્તાહ બાદ પણ રાજકોટ પોલીસના હાથે એક પણ આરોપી લાગ્યો નથી. સમગ્ર મામલાની તપાસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાય છે. પરંતુ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને હજુ સફળતા મળી નથી.

ત્યારે હાલ જાણવા મળતી વિગત અનુસાર પોલીસ દ્વારા બે શખ્સો વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. અમિત ચૌહાણ તેમજ અતુલ મહેતા નામના આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનામાં આરોપી તરીકે સામેલ પ્રકાશ પટેલ પહેલાથી જ વિદેશ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ સહિત ચાર શખ્સો વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી શકે તેમ છે. પોલીસ દ્વારા આ બાબતે જરૂરી વિગતો પણ સંબંધિત એજન્સી પાસેથી મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Big Scam: અમદાવાદમાં મૃત વ્યક્તિના નામે થયું 150 કરોડનું કૌભાંડ, સ્ટેટ GSTની નોટિસ આવતા થયો ખુલાસો

ગત 2જી માર્ચના રોજ દોઢસો ફૂટ રોડ પર નક્ષત્ર નામની બિલ્ડિંગમાં કલ્પતરુ પ્રોપર્ટિઝ નામની ઓફિસમાં મહેન્દ્ર ફળદુએ સવારના સમયે પ્રથમ ઝેરી દવા પી અને ત્યારબાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રવિવારના રોજ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ વર્તમાન મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મૃતક મહેન્દ્રા ફળદુના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી. બન્ને નેતાઓ દ્વારા પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારજનોને ન્યાય મળે તે જરૂરી છે.

આ પણ વાંચો- Election Result 2022 : ચૂંટણી પરિણામ 2022 ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં કોની બનશે સરકાર

સમગ્ર મામલો પહેલેથી જ હાઈપ્રોફાઈલ હોય જેના કારણે પ્રથમ દિવસથી જ પોલીસની કામગીરી પર કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. મૃતક મહેન્દ્ર ફળદુએ પણ પોતાની પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા તેમને અવારનવાર ધમકી આપવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા તેમને ધાકધમકી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, સંસદ સભ્યો ધારાસભ્યોના કાર્યાલય અમારી જમીન ઉપર છે. આઈએએસ આઈપીએસ અધિકારીઓ સાથે પણ અમે સારો એવો ગરબો ધરાવીએ છીએ.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Mahendra Faldu Suicide Case, Rajkot News, Rajkot suicide, રાજકોટ

આગામી સમાચાર