રાજકોટઃ રાજકોટમાં (Rajkot) લેન્ડ ગ્રેબિંગ એકટના (Land Grabbing Act) નવા કાયદા હેઠળ પાંચ દિવસમાં ત્રીજો ગુનો દાખલ થયો છે. જેમાં પાંચ શખ્સો સામે મુળ ઉપલેટાના (Upleta) સાજડીયાળીના વતની હાલ નાનામૌવા રોડ પર રહેતાં વૃદ્ધના પિતાની માલિકીની મોટામૌવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે. વૃદ્ધના અવસાન પામેલા પિતાનું નામ ધારણ કરી કાવત્રુ રચી રાજકોટ, દ્વારકા, ગોંડલના (Gondal) શખ્સોએ ખોટા સોંગંદનામા ઉભા કરી બોગસ દસ્તાવેજ (Bogus document) બનાવી તેના આધારે જમીન રૂ. 35 લાખમાં વેંચી નાંખી કૌભાંડ (land Scam) આચર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ત્રણને પુછતાછ માટે સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે તાલુકા પોલીસે નાનામૌવા રોડ પર રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી રાજકોટના મિલન મકવાણા, દેવભુમિ દ્વારકાના દોલુભા સુમાણીયા, ગોંડલના જીતેન્દ્ર ગજેરા, રાજકોટના હરસુખભાઇ મગનલાલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
કાંતિભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા ભુરાભાઇ બાણુગોરીયાની માલિકીનો પ્લોટ રાજકોટ તાલુકાના મોટામૌવા ગામના આવેલો છે. તેમનું તા. 21/11/2001ના રોજ અવસાન થયું છે. આમ છતાં આરોપીઓએ એકસંપ કરી પુર્વયોજીત કાવત્રુ રચી મારા પિતાની જગ્યાએ કોઇ ત્રાહિત વ્યકિતને ભુરાભાઇ ભાણજીભાઇ પટેલનું નામ ધારણ કરાવી મારા પિતાની ખોટી બોગસ સહીઓ કરી અમારી મોટામૌવાની જમીનનો પ્લોટ પચાવી પાડવા તેનો વેંચાણ દસ્તાવેજ ઉભો કરી મિલન મકવાણના નામે કરી અપાયો હતો.
જેમાં સાક્ષી તરીકે મારા પિતાની ખોટી ઓળખ દોલુભા સુમાણીયા, જીતેન્દ્ર ગજેરાએ આપી સાક્ષીમાં સહઓ કરી હતી. આ ઉપરાંત યુએલસીના સોંગદનામામાં હરસુખભાઇ મગનલાલે મારા પિતાની ખોટી ઓળખ આપી એકબીજાને મદદ કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી લીધો હતો.
તેમજ આ બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી રાજીબેન દિલીપભાઇ ગોઢાણીયાને વેંચાણ દસ્તાવેજ તા. 24/1/2019ના રોજ કરી આપી રૂ. ૩૫ લાખ તેમની પાસેથી મેળવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે. ફરિયાદી કાંતિભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમે 2018માં પ્લોટનો વેરો પંચાયતમાં ભરવા માટે ગયા ત્યારે અમને ખબર પડી હતી કે આ પ્લોટ વેંચાઇ ગયો છે.
" isDesktop="true" id="1108304" >
મિલન મકવાણાના નામે બોલે છે એ પછી અમે તપાસ કરાવતાં બોગસ દસ્તાવેજ બની ગયાની અને તેમાં સામેલ શખ્સોની માહિતી મળતાં અમે વકિલ મારફત જે તે વખતે બોગસ દસ્તાવેજ રદ કરાવવા અરજી કરી હતી. આ ઉપરાંત પોલીસમાં પણ રજૂઆતો કરી હતી. છેલ્લે કલેકટરને ફરિયાદ કરી હતી ત્યાંથી પોલીસને ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસે મિલન મકવાણા, દોલુભા સુમાણીયા અને વકિલ હરસુખભાઇ મગનલાલને પુછતાછ માટે બોલાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.