રાજકોટ : વધુ એક મજૂર પાસેથી મળ્યા ગેરકાયદેસર હથિયાર, કેરિયર બની કામ કરી રહ્યા પરપ્રાંતીય?

રાજકોટ : વધુ એક મજૂર પાસેથી મળ્યા ગેરકાયદેસર હથિયાર, કેરિયર બની કામ કરી રહ્યા પરપ્રાંતીય?
ગેરકાયદેસર હથિયાર ઝડપાયા

વિશાલ હસમુખભાઈ જાદવ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની તલાસી લેતા તેના પેન્ટ નફામાંથી દેશી બનાવટનો છ ઈંચના લાંબા બેરલ વાળો તમંચો મળી આવ્યો

  • Share this:
રાજકોટ : કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યના 20 શહેરોમાં કરફ્યુ આઠ વાગ્યાથી લાદી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં બુધવારના રોજ રાત્રી કર્ફ્યુ શરૂ થાય તે પહેલાં જ માલવિયાનગર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખસને ઝડપી પાડયો છે. માલવિયાનગર પોલીસ ના હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટરીયા, મહેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ રોહિતભાઇને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર નાલા પાસે વિશાલ જાદવ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. માલવિયાનગર પોલીસે બાતમીના આધારે લક્ષ્મીનગર નાલા પાસે દોડી જતા વિશાલ હસમુખભાઈ જાદવ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની તલાસી લેતા તેના પેન્ટ નફામાંથી દેશી બનાવટનો છ ઈંચના લાંબા બેરલ વાળો તમંચો મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિશાલે આ તમંચો 1 વર્ષ પહેલા ખરીદવાનું રહ્યું હતું. પરંતુ હથિયાર તેને કોની પાસેથી કેટલા રૂપિયામાં ખરીદી લીધું છે તે અંગે હાલ તેને મૌન સેવ્યું છે. આરોપીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવશે.આ પણ વાંચો - સુરતમાં કરૂણ ઘટના : 'રાત પાલી કરી આરામથી ઝૂંપડામાં સુઈ રહ્યો હતો', અચાનક ચીમની પડતા યુવાનનું મોત


રિમાન્ડ દરમિયાન આરોપી પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર થી તેને કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ તે હથિયાર ની હેરાફેરી ના ધંધા સાથે જોડાયેલો છે કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોસુરત : ઊનગામ હત્યાનો મામલો, 'પોલીસને ફોન કરનારો જ હતો હત્યારો', જુઓ - કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી દ્વારા જેટલા પણ ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવામાં આવ્યા છે. તે ગેરકાયદેસર હથિયાર માં મોટા ભાગ ના હથિયારો પરપ્રાંતીય શખ્સો તેમજ મજૂરીકામ કરતા હોય તે પ્રકારના શખ્સો પાસેથી મળી આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર મળી આવી રહ્યા છે. તે ગેરકાયદેસર હથિયાર ના ધંધામાં પરપ્રાંતીય શખ્સો તેમજ મજૂરી કામ કરનારા શખ્સો ગેરકાયદેસર હથિયાર માં કેરિયર બનીને કામ કરી રહ્યા હોય તે સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે.
Published by:kiran mehta
First published:April 09, 2021, 01:00 am