Home /News /kutchh-saurastra /

રાજકોટ : કમ્પાઉન્ડર બની બેઠો હતો 2 વર્ષથી ડોકટર, 'મુન્નાભાઈ'નો ફૂટ્યો ભાંડો

રાજકોટ : કમ્પાઉન્ડર બની બેઠો હતો 2 વર્ષથી ડોકટર, 'મુન્નાભાઈ'નો ફૂટ્યો ભાંડો

નકલી ડોક્ટરની ધરપકડ

મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર હિરેનભાઈ મહેશભાઈ કાનાબાર નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો

રાજકોટ : રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફરી એક વખત મુન્નાભાઈ એમબીબીએસ ની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેડિકલ ના સાધનો એલોપેથિક દવાઓ ઇન્જેક્શન સહિત કુલ 19 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

હાલ રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી પોતાનો કહેર વર્તાવી રહી છે. બીજી તરફ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરનારા જાણે કે રાફડો ફાટી પડ્યો હોય તે પ્રકારના એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક વખત કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર હિરેનભાઈ મહેશભાઈ કાનાબાર નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે.

News18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ આલ ને બાતમી મળી હતી કે જય જવાન જય કિસાન સોસાયટી મેઇન રોડ મોરબી રોડ જકાતનાકા પાસે રઘુવંશી ક્લિનિક ના નામે હિરેનભાઈ મહેશભાઈ કાનાબાર નામના વ્યક્તિ કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ પાડવામાં આવતા હિરેન કાનાબાર તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયો છે. જેના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી 19,779 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.

આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં પોતે 2001ની સાલમાં ધોરણ 10 પાસ કરેલ છે. તેમજ ત્યાર બાદ જુદી જુદી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી છેલ્લા બે વર્ષથી પોતે ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નકલી તબીબો ને ઝડપી પાડવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:

Tags: Fake doctor, Rajkot News, Rajkot police, Rajkot SOG

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन