રાજકોટ : મોતનું રહસ્ય, 'બકરાના ચારા માટે ઝાડ પર ચઢ્યા, કરંટ લાગતા ત્યાં જ ચોટી જતા મોત'

રાજકોટ : મોતનું રહસ્ય, 'બકરાના ચારા માટે ઝાડ પર ચઢ્યા, કરંટ લાગતા ત્યાં જ ચોટી જતા મોત'
કરંટ લાગતા મોત

એક પુરૂષ ઝાડ વચ્ચે લટકતાં હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને તપાસ કરતાં વિજ કરંટની ઘટના હોવાનું સામે આવ્યું હતું

  • Share this:
રાજકોટ : કહેવાય છે કે, મોત કોઈ દિવસ સરનામું પૂછી ને નથી આવતું તેવી જ ઘટના બની છે. રાજકોટમાં કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે જે વ્યક્તિ બકરા માટે ઝાડ ઉપર ચડી ઝાડની ડાળી કાપી રહ્યા હતા તે ફરીથી કદાચ નીચે ઉતરી પણ નહી શકે ખાલી કરૂણ ઘટના રાજકોટમાં સામે આવી છે. કાળનું તેડુ કયારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં 50 વર્ષીય રમેશભાઇ સવજીભાઇ વાઘેલા પોતાના બકરાના ચારા માટે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે રેલ્વે કોલોની નજીક આવેલા ઝાડ પર ચડી ધારીયાથી ડાળખી કાપી રહ્યા હતાં ત્યારે ધારીયું ઉપરથી પસાર થતી 11 કે.વી. ની વિજ લાઇનને અડી જતાં કરંટ લાગતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ ઝાડમાં લટકતી હાલતમાં રહી જતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી દોરડા બાંધીને નીચે ઉતાર્યો હતો.આ પણ વાંચોરાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી નકલી નોટ બનાવવાની ફેકટરી, કારખાનામાં દારૂની મહેફિલ પણ માણતા હતા

એક પુરૂષ ઝાડ વચ્ચે લટકતાં હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને તપાસ કરતાં વિજ કરંટની ઘટના હોવાનું સામે આવ્યું હતું. મૃત્યુ પામનાર રમેશભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. તે મુળ જસદણના ગોખલાણાના વતની હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે આઠ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. તેઓ ઘરે બકરા પણ રાખતાં હોઇ બકરાના ચારા માટે ઝાડવાની ડાળખીઓ તોડવા ધારીયુ લઇને ઝાડ પર ચડ્યા હતાં અને ડાળખી કાપતી વખતે અજાણતા ધારીયું વિજ લાઇનને અડી જતાં કરંટ લાગતાં પ્રાણ નીકળી ગયા હતાં.

આ પણ વાંચોહવસખોરી : અમદાવાદમાં રિક્ષાની રાહ જોવી સગીરાને ભારે પડી, પાલક પિતા સહિત 5 લોકોએ ગુજાર્યો ગેંગરેપ

બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. એક રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા આ વ્યક્તિ ના પરિવાર પર જાણેકે આભ તૂટી પડ્યું છે, પરિવારમાં પણ અચાનક બનેલી ઘટના થી શોક વ્યાપી ગયો છે.
Published by:kiran mehta
First published:April 05, 2021, 21:50 pm

ટૉપ ન્યૂઝ