રાજકોટ કૌભાંડ : 'જે માર્કશીટ લેવી હોય તે મળી જાય', નકલી માર્કશીટથી એક વિદ્યાર્થી BSC તો બીજો બી-ફાર્મ કરે છે

રાજકોટ કૌભાંડ : 'જે માર્કશીટ લેવી હોય તે મળી જાય', નકલી માર્કશીટથી એક વિદ્યાર્થી BSC તો બીજો બી-ફાર્મ કરે છે
25 હજાર થી લઇ 60 હજાર રૂપિયામાં નકલી માર્કશીટ આપવાનું કૌભાંડ ઝડપાયું છે. કોણે કોણે અત્યાર સુધીમાં માર્કશીટો મેળવી તે મામલે તપાસ શરૂ થઈ

25 હજાર થી લઇ 60 હજાર રૂપિયામાં નકલી માર્કશીટ આપવાનું કૌભાંડ ઝડપાયું છે. કોણે કોણે અત્યાર સુધીમાં માર્કશીટો મેળવી તે મામલે તપાસ શરૂ થઈ

  • Share this:
રાજકોટ : શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બોગસ માર્કશીટ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ભાવિક પ્રકાશભાઈ ખત્રીને હલો કોર્ટમાં પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

સોમવારના રોજ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઉત્તર પ્રદેશની નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત નકલી માર્કશીટ અપાવનાર શિક્ષક ભાવિક ખત્રી સહિત કુલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાવિક ખત્રી યુપીના રામસિંગ ની મદદથી ધોરણ 10 ધોરણ 12 બોર્ડ તેમજ ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ રાજકોટ શહેરમાં લોકોને પૂરી પાડતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભાવિક ખત્રીએ જણાવ્યું છે કે ધોરણ 10 અને 12 ની માર્કશીટ માટે તે 25 થી 35 હજાર રૂપિયા લેતો હતો. જ્યારે કે ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ માટે રૂપિયા 60,000 પડાવતો હતો.સમગ્ર મામલે સોમવારના રોજ ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી રેસીપી મનોહરસિંહ જાડેજા એ મીડિયાને જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે પાંચ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ ભાવિક ખત્રી છે તે લોકોને બોગસ માર્કશીટ અપાવવાનું કામ કરતો હતો. જ્યારે કે અન્ય ચાર આરોપીઓએ ભાવિક ખત્રી પાસેથી ડુપ્લીકેટ માર્કશીટ ખરીદનારા છે.

આ પણ વાંચોOMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ

મીડિયા સાથેની વાતચીતમાં મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, કોરોના કાળમાં પણ ઘર બેઠા ડુપ્લિકેટ માર્કશીટ પહોંચાડવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. જે ગુનાહિત કૃત્ય ની ભાળ મેળવવા માટે અસલમ અન્સારી અને તેમની ટીમ દ્વારા પ્રથમ તો ડુપ્લીકેટ માર્કશીટ મેળવનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ભાવિક ખત્રી નામનો જે શિક્ષક છે તે ધોરણ 10 ધોરણ 12 અને ગ્રેજ્યુએશનની નકલી માર્કશીટ આપે છે. જે માર્કશીટ તે 25,000 રૂપિયા 35,000 રૂપિયા તેમજ 60,000 રૂપિયામાં લોકોને વહેંચે છે.

આ પણ વાંચો - રાજકોટ : ટ્રેનની અડફેટે સોલંકી પરિવારના યુવાનનું કમકમાટીભર્યું મોત, અકસ્માત કે આપઘાત? તપાસ શરૂ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવિક ખત્રી છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ માર્કશીટ વેચી રહ્યો હોવાનો સામે આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે કોરોના કાળમાં તમામ શૈક્ષણિક કાર્યો બંધ હતા તે સમયમાં ભાવિક ખત્રી 2020 ના વર્ષની ડુપ્લિકેટ માર્કશીટ લોકોને આપતો હતો. ભાવિક ખત્રી દ્વારા જે ડુપ્લિકેટ માર્કશીટ આપવામાં આવી છે તે ઉત્તર પ્રદેશના મહાત્મા ગાંધી, કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઉપરોક્ત બોર્ડ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓને ઈમેલ દ્વારા તેમજ પોસ્ટ મારફતે મોકલી તેની ખરાઇ કરી છે. આરોપી ભાવિક ખત્રી પાસેથી જે પણ યુવાનોએ ડુપ્લીકેટ માર્કશીટ ખરીદી છે તે પૈકી બે યુવાનો હાલ બી.એસ.સી તેમજ બિ ફાર્મ ના બીજા વર્ષમાં અભ્યાસ પણ કરી રહ્યા છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલ તો નવ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ના તાર ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા છે ત્યારે ઉત્તર પ્રદેશના વતની એવા રામસિંગ ની શોધખોળ હાલ શરૂ છે.
Published by:kiran mehta
First published:May 18, 2021, 19:57 pm

ટૉપ ન્યૂઝ